(જ્યોતિ જગતાપ, રાજપીપલા)
રાજપીપલા રિયાસતી રાજવી નગરી ગણાય છે.રાજવી પરિવારે રાજપીપલાના વિકાસમાં શાળા કોલેજ સારા રોડ રસ્તા સાથે ખાસ કરીને નેરોગેજ રેલવે લાઈન અંકલેશ્વર થી રાજપીપલા માટે શરુ કરી હતી.જે સામાન્ય ગરીબ લોકો માટે ખુબ આશીર્વાદ રૂપ હતી.ત્યાર પછી એને બ્રોડગેજ લાઈનના પણ રૂપાંતરિત કરાઈ. જેનાથી પ્રજામાં આનંદની લાગણી જોવા મળી હતી પણ પ્રજાની આ ખુશી લાંબો સમય ટકી નહીં.વધુ પડતા ફાટકો, ઓછી સ્પીડ અને પૂરતી આવક ન થવાના કારણ હેઠળ રાજા રજવાડા વખતની સરકારે ૧૧ ટ્રેનો રાજ્યની બંધ કરી દીધી એમાં રાજપીપલા અંકલેશ્વર પણ બંધ કરી દેતા પ્રજામાં નારાજગી જોવા મળી હતી એની સાથે અહીં આવેલ રિઝર્વેશન સેન્ટર, ટીકીટ બારી પણ બંધ કરી દેતા પ્રજાની અનેક મુશ્કેલીઓ વધી જવા પામી છે ત્યારે ફરીથી આ ટ્રેન શરૂ કરવાની પ્રજા માંગ કરી રહી છે.રાજા રજવાડાઓ વખતની બંધ પડેલી રાજપીપલા બ્રોડગેજ અંકલેશ્વર રેલ્વે લાઈન પુનઃ ચાલુ કરવા અને તેને કેવડિયા સુધી લાંબાવવા માટેની માંગ થઈ રહી છે.હાલમાં જે રીઝર્વેશન બારી બંધ કરી દેવામાં આવી છે.તેના ખસ્તા હાલ છે.જેનેકારણે હવે ટિકિટ રીઝર્વેશન માટે લોકોને અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, સુરત સુધી લાંબા થવું પડે છે.આજે રેલ્વે સ્ટેશન ખંડીયેર જેવી હાલતમાં ધૂળ ખાય છે ટિકિટ બારી સેન્ટર પર ધૂળ અને જાળા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે એક જમાનાના અહીં નું રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પ્રવાસીઓથી ધમધમતું હતું તે આજે ભેંકાર ભાસે છે. અહીંનું પ્લેટફોર્મ પર ગરીબ લોકો પથારા પાથરીને રહેવાનો અડ્ડો બનાવી દીધો છે તો રેલ્વેના પાટા હવે દેખાતા નથી કારણ એની આજબાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે.ખાટલે મોટી ખોડ એ છે કે રેલવે બંધ થવાથી અહીંનું ફાટક પણ બંધ કરી દેતા લોકોને હવે મંદિરે દરગાહે જવા એક કિલો મીટરનો ફેરો ફરવો પડે છે.કાપડિયા એસોસિઅન રાજપીપલાના પ્રમુખ વેપારી કૌશલ કાપડિયાનું કહેવું છે કે રાજપીપલાથી અંકલેશ્વર આવન જાવન કરતા મુસાફરો તેમજ વેપારી વર્ગ માટે ખુબ આશીર્વાદ રૂપ આ ટ્રેન હતી.જોકે નવા બજેટના આ રેલ્વે પુનઃ ચાલુ કરવા કે સુધારણા અંગે કોઈ જોગવાઈ નહીં થતા નાગરિકોમાં ભારે રોષ રોષજોવા મળ્યો છે અમે વારંવાર લેખિત રજુઆત કરી છતાં કોઈ પરિણામ આવ્યું નથી ફરી ટ્રેન ચાલુ થવી જોઈએ.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પંકજ શાહ,રાજપીપલા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ,વેપારી મંડળ રાજપીપલાના કાર્યકારી પ્રમુખ અજિત પરીખ, અનાજ કારિયાણા મંડળ,રાજપીપલાના પ્રમુખ રમણસિંહ રાઠોડ,મેડિકલ એસોસિએશન રાજપીપલાના પ્રમુખ નયન કાપડિયા,વેપારી અગ્રણી હિમાંશુ દેસાઈએ પણ જણાવ્યું હતું કે આજે નર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપલા કે જે છેલ્લા ઘણા વર્ષોથી રેલ્વેની સુવિધાથી વંચિત છે.સ્ટેચ્યું ઓફ યુનિટીએ આવતા પ્રવાસીઓ રાજપીપલામાં પણ આવેઅને રાજપીપલા નો પણ વિકાસ થાય એમ લોકો ઈચ્છે છે.હાલ રેલ મંત્રાલય દ્વારા દેશમાં ૧૧ જેટલી ખોટ કરતી રેલવે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં રાજપીપલા – અંકલેશ્વર જે ૨૦૧૩ માં ૮૦૦ કરોડના ખર્ચે ચાલુ કરવામાં આવી હતી. બ્રોડગેજ રેલને પણ બંધ કરવાના નિર્ણય પર સ્થાનિકો સહીત નેતાઓ નિરાશ થયા છે.સ્થાનિક વેપારીઓ ફરી આ ટ્રેન ચાલુ કરવાની માગ કરી રહ્યા છે.રાજપીપળા-અંકલેશ્વર ટ્રેનને ખોટના કારણે બંધ કરાઈ હતી.રાજપીપળાથી કેવડિયા ટ્રેન ઓછી ઝડપને લઈને કોઈ કામની ન હોતી ત્યારે પ્રજાનું કહેવું છે પ્રજાની સુખાકારી માટી નફો નુકસાન જોવાનોના હોય આ લાઈન નેરોગેજ માંથી બ્રોડગેજ કરવા સરકારે ૮૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ ફાટકો ના બનાવતા આ ટ્રેન શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હતી.ત્યારે હવે ખોટનું બહાનું ધરીને ટ્રેન બંધ કરી દેવામાં આવી છે.ત્યારે રાજપીપલા શહેરના વિવિધ વેપારી મંડળ પણ રેલ બંધ ન થવી જોઈએની વાત કરી છે અને તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે આ રેલ બંધ કરવામાં આવશે તો અમે ઉગ્ર અંદોલન પણ કરીશું.અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપલાના મહારાજા છત્રસિંહજી ગોહિલે કુંવરપુરાથી અંકલેશ્વર ટ્રેન ૧૮૯૯ માં પ્રજાની સુવિધા માટે શરૂ કરી હતી.ત્યાર બાદ વિજયસિંહ મહારાજે રાજપીપળા સુધી ૧૯૧૭ માં કરજણ નદી પર બ્રીજ બનાવી રાજપીપળા – અંકલેશ્વર રેલ્વે ચાલુ કરી હતી.ત્યારે પણ આ ટ્રેન ૩ કલાક લેતી હતી.સરકારે પુનઃ લોક માંગથી નેરોગેજ રેલ્વે લાઈનને ૮૦૦ કરોડના ખર્ચે બ્રોડગેજ લાઈન કરી નવીનીકરણ કર્યું હતું. ત્યારબાદ લોકોમાં આશા હતી કે ઝડપથી અંકલેશ્વર પહોંચી શું. પરંતુ માનવ રહિત ફટકો ના હોવાના કારણે બ્રોડગેજ રેલ્વે પણ ૩ કલાકનો સમય લેવા લાગી હતી.રેલ્વે વિભાગે ઓટોમેટિક ફટકોના બનાવ્યા.રાજપીપળાથી કેવડિયા લાઈન જોડાય અને ત્યાંથી સીધી અંકલેશ્વર થઇ મુંબઈ ટ્રેન જાય એવી રજૂઆત હવે વેપારીઓ કરી રહ્યા છે.આદિવાસી વિસ્તારની આ રેલવે લાઈનો આદિવાસીઓ સસ્તાભાવે અવર જવર કરે એટલે બનાવી હતી.પરંતુ રેલ્વે લાઈનો જે ચાલે છે જેમાં નવું આટલા વર્ષોમાં કાઈ જોવા મળ્યું નથી.હવે આ ટ્રેન શરુ કરવા સ્થાનિક નેતાગિરી આગળ આવે એવી લોકો ઈચ્છી રહ્યા છે.