(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
ભરૂચ લોકસભાનાં પરિણામો જોતા મનસુખ વસાવા અને ચૈતર વસાવાને બાદ કરતા છોટુ વસાવાનાં પુત્ર દિલીપ વસાવા સાથે અન્ય ઉમેદવાર ચાર આંકડામાં જ મત મેળવી શકતા તમામની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે.જેમાં બાપનાં ઉમેદવાર દિલીપ છોટુ વસાવાને ૯૮૬૫ મત મળ્યા છે.જેથી કહી શકાય કે દિલીપ વસાવાને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે.!જયારે અપક્ષ સાજીદ યાકુબ મુનશીને ૯૮૩૮ મત,બસપના વસાવા ચેતન કાનજીને ૬૨૫૬ મત મળતા આ તમામની ડિપોઝીટ જપ્ત થઈ છે.
આમાં ઉડીને આંખે વળગે તેવા ઉમેદવાર બાપ નાં દિલીપ છોટુ વસાવાને મળેલા માત્ર ૯૮૬૫ મત જોતા છોટુભાઈ વસાવા પોતાના પુત્રની ડિપોઝીટ બચાવી શક્યા નથી.
રાજકીય પંડિતોની ગણતરી એવી હતી કે દિગ્ગજ નેતા છોટુ વસાવા એક જમાનામાં દોઢ લાખ મતો ખેરવી જતા હતા.પણ બીટીપી પાર્ટી માંથી ચૈતર વસાવા છુટા થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા અને બીટીપી માંથી ભાજપામાં જોડાઈ જનારા નેતાઓએ બીટીપી પાર્ટી તોડી નાંખી છે અને ખતમ કરી દીધી છે.જેમાં પ્રકાશ દેસાઈ પણ ભાજપા જતા રહ્યાં અને છેલ્લે મહેશ વસાવાએ પણ છોટુ વસાવાનો હાથ છોડીને ભાજપનો હાથ પકડ્યો ત્યાર થી છોટુ વસવા એકલા પડી ગયા.છેવટે એમણે BAP નામની નવી પાર્ટી બનાવી પણ એ પાર્ટી ન તો ગાજી ન તો વર્ષી.
આદિવાસી મતોમાં ગાબડું પાડી પોતાના પુત્રને બાપ પાર્ટીનાં ઉમેદવાર બનાવી ભરૂચ લોકસભાના મેદાનમાં દિલીપ વસાવાને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.જોકે આ ૯૮૬૫ મત બતાવે છે કે દિગ્ગજ નેતા છોટુ વસાવાએ પોતાનાં પુત્રને ૧૦ હજાર મતનાં અપાવી શક્યા.એ જોતા ઉંમરની સાથે છોટુભાઈનાં હવે વળતા પાણી થયા છે એવુ કહી શકાય!એ ચર્ચાનો વિષય બન્યો છે.આમ હવે છોટુ વસવા અને દિલીપ વસાવા બન્નેની રાજકીય કારકિર્દી પર તો હાલ તો પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.બીજી તરફ ડેડીયાપાડાનાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા બીટીપીનો છેડો ફાડી ભાજપામાં જોડાયા પણ એનો ફાયદો સાંસદ મનસુખ વસાવાને થયો નથી. મનસુખ વસાવાને માંડ ૮૫,૬૯૬ ની લીડ મળી.પાંચ લાખ તો બાજુ પર રહ્યા પણ એક લાખ પણ ક્રોસનાં કરી શક્યા.
મનસુખ વસાવાનાં જણાવ્યા અનુસાર મનસુખ વસાવાને ડેડીયાપાડા અને ઝઘડીયા બેઠક પર નુકસાન થયું છે તો ડેડીયાપાડાનાં પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના નેતા મહેશ વસાવા પણ ભાજપાને ખોબે ખોબે મતો અપાવવામાં નિષ્ફ્ળ રહ્યા છે.એ જોતા મહેશ વસાવાની ભાજપામાં એન્ટ્રી ભાજપને કોઈ ફાયદો કરાવી શકી નથી.
જોકે પોતાને ઓછા મતો મળવા પાછળ ભાજપાનાં કેટલાક કાર્યકર્તાઓએ તેમને પાછલે બારણેથી હરાવવાનાં પેંતરા અંગે મીડિયા સમક્ષ ચોકવનારી વાત કરી છે એ ચર્ચાનો મોટો મુદ્દો બન્યો છે.
હાલ તો સાંસદ મનસુખ વસાવા જીત્યા તો ખરા પરંતુ જે ભાજપના જ લોકોએ આપ આ ગઠબંધનમાં મળી ભાજપને નુકશાન કર્યું છે.એ બાબતે એમને પણ જાણ થઈ હતી એ બાબતે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ અંગે સમીક્ષા કરી અમારા ભાજપ સંગઠનમાં જાણ કરી યોગ્ય સમીક્ષા કરીશું.
આમ મહેશ વસાવા ફેક્ટર ભાજપ માટે ફાયદાકારક રહ્યું નથી.આમ ભાજપનો ભરતી મેળો પણ ખૂબ ભાજપાનાં કાર્યકર્તાઓને અને મતદારોને પસંદ પડ્યો નથી.ત્યારે એકલા હાથે લડી લેવાના મૂડમાં આવેલા મનસુખ વસાવાને ભરૂચ,અંકલેશ્વરનાં શહેરી વિસ્તારો સહિત પાંચ વિધાનસભાએ ભાજપાની લાજ રાખી એમ કહી શકાય.ખાસ કરીને પાંચ વિધાનસભાના ધારાસભ્યોની મહેનત રંગ લાવી અને જીત્યા પણ આ દિગ્ગજ નેતાને શોભે એવી મોટી લીડ અપાવી ન શકી એમાં ક્યાંક ભાજપનું સંગઠન પણ નબળું જણાયું. જેને કારણે મનસુખ વસાવા એક લાખની લીડ ક્રોસ નાં કરી શક્યા એનાથી નારાજ સાતમી વાર સાંસદ બનેલા મનસુખ વસાવાનું હવે આગામી દિવસોમાં નવું ઉગ્ર સ્વરૂપ જોવા મળે તો નવાઈ નહીં.હવે એ જોવું રહ્યું કે આગામી દિવસોમાં કેવા નવા રાજકીય સમીકરણો રચાશે.
પણ આ લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવા સહીત છોટુ વસાવા,દિલીપ વસાવા,મહેશ વસાવા,મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલ,સંદીપ માંગરોલા જેવા નેતાઓની રાજકીય કારકિર્દી સામે મોટા પ્રશ્નાર્થ મુકાયા છે.ત્યારે આગામી દિવસોમાં એના કેવા પરિણામો જોવા મળશે એ હવે જોવું રહ્યું.