google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratરામ નવમી પર્વે રાજપીપળામા વિના મૂલ્યે ભગવાન રામના ટેટૂ લગાડવા ભક્તોમા ભારે...

રામ નવમી પર્વે રાજપીપળામા વિના મૂલ્યે ભગવાન રામના ટેટૂ લગાડવા ભક્તોમા ભારે ઉત્સાહ

- લોકોમાં ભગવાન રામ પ્રત્યે આસ્થા જાગે તે માટે સેવાભાવી રામભક્ત નીરજ પટેલની અનોખી સેવા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
રામ નવમી પર્વે રાજપીપળાના રામભક્ત યુવાન નીરજ પટેલ દ્વારા લોકોમાં ભગવાન રામ પ્રત્યે આસ્થા જાગે તે માટે દરેકના હાથ ઉપર ભગવાન રામના નામ અને તસવીર વાળા ટેટુ વિના મૂલ્યે લગાડી આપવાની જાહેરાત કરતા ભગવાન રામના ટેટુ લગાડવા રામ ભક્તોની પડાપડી થઈ હતી.
સેવાભાવી રામ ભક્ત યુવાન નીરજ પટેલ દ્વારા ભગવાન રામ પ્રત્યે શ્રદ્ધા જગાવાનો અનોખો પ્રયોગ આદરતા લોકો ટેટૂ પડાવવા દોડી આવ્યા હતા .નીરજ પટેલે જણાવ્યુ હતું કે જ્યારથી અયોધ્યામા ભગવાન રામ લલ્લાનું ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી ભગવાન રામ પ્રત્યેની શ્રધ્ધામા વધારો જોવા મળ્યો છે .આજે રામ નવમી પર્વ હોઈ આજે ભક્તો માટે ખાસ વિના મૂલ્યે ટેટૂ લગાડવાનું અભિયાન ચલાવતા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે .આ ઉત્સાહ જોતા લોકોમા ભગવાના રામ પ્રત્યે ની શ્રધ્ધામા વધારો થયેલો જોવા મળ્યો હોવાનું જણાવ્યુ હતું.તો ટેટૂ લગાડનાર રામ ભક્ત ઘનશ્યામ ભાઈ મહંતે જણાવ્યું હતું કે આજે રામનવમી પર્વે ભગવાન રામનું કાયમી સંભારણું યાદ રહી જાય એ માટે મેં આજે શ્રી રામના નામનું ટેટૂ મારા હાથ પર ચીતરાવ્યુ છે .એનાથી ભગવાન રામ મારી સાથે હોય એવી લાગણી અનુભવું છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!