(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં રામ લલ્લાનો પ્રતિષ્ઠા મહોત્સવ માટે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રાજપીપલામાં પણ રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને રાજપીપલાના સોની બજારમાં ભગવાન રામની અને અયોધ્યા મંદિરની તસ્વીર વાળી 24 કેરેટ સોનાની મૂર્તિઓ ખરીદવા રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજપીપલામાં સોનીની દુકાનોમાં ભગવાન રામની તસવીરોને અયોધ્યા મંદિરની તસ્વીરો વાળી સોનાના વરખ ચડાવેલી સોનાની રામ દરબાર અને રામ મૂર્તિઓ ખરીદવા રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.એક તરફ રાજપીપલામાં રામ મંદિર અને શણગારવાથી માંડીને ભજન કીર્તન ભગવાન રામના નામે અનેક ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે.બીજી તરફ રાજપીપળા ના સોની બજારમાં પણ રામભક્તિઓમાં ભગવાન રામની સોનાની મૂર્તિઓ ખરીદવા પડાપડી કરી રહ્યા છે.
રાજપીપલા સોની ની દુકાનોમાં “પ્રભુ શ્રી રામ મન્દિર અયોધ્યા”ના લખાણ સાથે ભગવાન રામ ની તસ્વીર અને અયોધ્યા મંદિરની તસ્વીર વાળી રામ દરબાર ની ગિફ્ટ અને ભગવાન રામસીતા લક્ષ્મણ હનુમાનજી ની તસવીર વાળી 24 કેરેટ સોનાના વરખ વાળી મૂર્તિઓ સોની બજારમાં મુકાઈ છે.જેની કિંમત 3હજાર હોવાથી રામભક્તો આવી મૂર્તિઓ હોંશે હોંશે ખરીદી રહ્યા છે.
વેપારી ભાસ્કર સોનીના જણાવ્યા અનુસાર હાલ જય શ્રી રામના નામનો મહિમા ચારે તરફ ગાજી રહ્યો છે અને 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામ લલ્લાંનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ભગવાન રામની સોનાની મૂર્તિ ખરીદવા ભારે ઉત્સાહ દાખવી રહ્યાં છે ભગવાન રામની મૂર્તિ પોતાના ઘરે મન્દિર માં સ્થાપિત કરી પૂજા અર્ચન કરી ભગવાન રામ પ્રત્યે પોતાની શ્રદ્ધા દાખવી રહ્યાં છે કેટલાક આ મૂર્તિઓ રામ ભક્તોને ગિફ્ટ આપવાનો ક્રેઝ પણ જોવા મળતાં અહીં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રાજપીપળા સોની બજારમાં ભક્તો ભગવાન શ્રી રામમય બન્યા
- ભગવાન રામની અને અયોધ્યા મંદિરની તસ્વીર વાળી 24 કેરેટ સોનાની મૂર્તિઓ ખરીદવા રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે