google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, December 6, 2024
HomeGujaratભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરે અંગારકી ચોથ નિમિત્તે દર્શન કરવા ભક્તોની ભીડ

ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરે અંગારકી ચોથ નિમિત્તે દર્શન કરવા ભક્તોની ભીડ

- ભક્તોએ દર્શન, પૂજન,પ્રસાદી, મહાઆરતી સાથે અંગારીકા ચોથની ઉજવણી કરી ધાન્યતા અનુભવી

ભરૂચ,
ભરૂચના મકતમપુર સ્થિત સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા ભક્તોની કતારો જામી હતી.ભક્તોએ દર્શન, પૂજન,પ્રસાદી, મહાઆરતી સાથે અંગારીકા ચોથની ઉજવણી કરી ધાન્યતા અનુભવી હતી.
મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે.આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે. અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે.ભકતો ગણેશજીને પ્રિય એવા મોદક,લાલ જાસૂદ,ગોળ અને પૂજાપા સાથે ગણેશની પૂજા અર્ચના કરતા હોય છે. ભરૂચના મકતમપુર ખાતે આવેલા સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિતના વિશેષ કાર્યક્રમોના આયોજન કરાયા છે.આજના દિવસે વહેલી સવારથી જ મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.જેમાં સવારે ગણેશ યાગ રાખવામાં આવ્યો હતો.જેમાં પાંચ જોડીએ બેસી પૂજા અર્ચના કરી હતી.આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવા વહેલી સવારથી જ ઉમટી પડેલા ભક્તોએ પૂજન,અર્ચન કરી પ્રસાદી, મહાઆરતી સાથે અંગારીકા ચોથની ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!