google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, September 17, 2024
HomeGujaratજંબુસરનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાત માંથી અનોખુ શિવલિંગ મળી આવતા...

જંબુસરનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાત માંથી અનોખુ શિવલિંગ મળી આવતા ભક્તો ઉમટ્યા

- દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ જોઈ માછીમારો ચોકી ઉઠ્યા - તરતુ શિવલિંગ બોટમાં 12થી 15 માણસોની મદદથી કાવી બંદરે લાવતા ભક્તોની ભીડ ઉમટી - ખાસ શિવલિંગમા શેષ નાગ, શંખ સહિત દ્રશ્યમાન

ભરૂચ,

દક્ષિણ ગુજરાતના સોમનાથ ગણાતા ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનથી થોડેક જ દૂર દરિયામાં ધનકા તીર્થ અખાત બંદરેથી માછીમારોને અઢી ફૂટનું તરતું સ્ફટિકનું શિવલિંગ મળી આવતા ભક્તિનો સાગર છલકાઈ ઉઠ્યો છે.જંબુસર તાલુકાનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાત માંથી દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ મળી આવતા શિવ ભક્તોનું ધોડાપૂર ઉમટી રહ્યું છે.

નર્મદામાં કંકર એટલા શંકરની ભૂમિ ભરૂચ જીલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે.ત્યારે ગુરુવારના રોજ વહેલી સવારે જંબુસર તાલુકાનાં કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ મહીસાગર સંગમ સાબરમતીમાં મચ્છી પકડવા ગયા હતા.જેઓ મચ્છી પકડી રહ્યા હતા તે સમયે માછલી પકડવાની જાળમાં કઈક ભારદાર વસ્તુ ફસાઈ જતાં માછીમારોએ તેને જોતાં તરતુ શિવલિંગ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.બે માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢી ઊચકી જોતાં તે નહીં ઉચકાતાં અન્ય 12થી વધુ લોકોએ દોરડા વડે તેને ઊંચકી બોટમાં લઈ આવ્યા હતા અને કાવી બંદરે પહોંચતા જ શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં શિવ ભક્તોની ભીડ જામી હતી.

લોકોએ શુધ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતાં તેમાં શેષ નાગ,શંખ,મુર્તિ દ્રશ્યમાન થઈ હતી. અનોખુ શિવલિંગ જોતાં જ શિવ ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.આ અઢી ફૂટનું શિવલિંગ સ્ફટિક પથ્થર માંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શિવરાત્રી પહેલા જ શિવલીંગ મળતા શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!