(જ્યોતિ જગતાપ,રાજપીપલા) એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના ચાર તાલુકાઓમાં હાલમાં ભ્રમણ કરી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સરકારની ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓની જાણકારી લઈને ગરૂડેશ્વર તાલુકાના ધામદ્રા ગામે ભારત સરકારના કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ ભબાની પ્રસાદ પાટીની વિશેષ ઉપસ્થિતિમાં પહોંચતા ગ્રામજનો અને શાળાની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિતિ નોંધાવતા સંયુક્ત સચિવ ભબાની પ્રસાદ પાટીએ ઉપસ્થિત જન મેદનીને આ સમગ્ર યાત્રાના હેતુ અંગે વિસ્તૃતમાં સ્પષ્ટતા સાથે જાણકારી આપી હતી.તેઓએ કહ્યું કે, દેશનો પ્રત્યેક નાગરિક વિકસિત બને અને વર્ષ ૨૦૪૭ સુધીમાં માતૃભૂમિ વિકસિત બની સમગ્ર વિશ્વ સમક્ષ ઊભી રહે તે દિશામાં કાર્ય કરવા આપણે સૌએ સંકલ્પબદ્ધ થવાનું છે.વ્યક્તિને વિકસિત બનાવવા માટેના પાંચ માપદંડ છે.જેમાં પોષણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, કામકાજ અને નાણાં વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.પોષણથી નાણાં સુધીનું વ્યવસ્થાપન દરેક નાગરિકને પ્રાપ્ત થાય તે માટે સરકારએ ૧૭ જેટલી યોજનાઓ બનાવી છે.ધામદ્રા ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રસંગે ગામ માંથી સરકારની વિવિધ યોજનાઓ જેવીકે આયુષ્માનકાર્ડ, ઉજ્જવલા યોજના, માતૃશક્તિ,પોષણસુધા,પૂર્ણાશક્તિ,ક્ષય નિવારણ, મિશન મંગલમ,કિસાન સમ્માન નિધિ, પશુપાલન અને પ્રાકૃતિક કૃષિનો લાભ લઈ પોતાના જીવનમાં પરિવર્તન લાવનારા ગ્રામજનોએ ‘મેરી કહાની, મેરી જુબાની’ના માધ્યમથી પોતાની પ્રગતિની કથા પ્રસ્તુત કરી હતી.કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામુલ્યે સારવાર કેમ્પનો ગામલોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. જિલ્લાના વિવિધ યોજનાકીય અમલીકરણ વિભાગો દ્વારા કાર્યક્રમ સ્થળે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.આ સ્ટોલની પણ મહેમાનઓએ મુલાકાત કરી હતી.ખેડૂતો માટે હાલમાં જ અમલી બનેલી ડ્રોન ટેક્નોલોજીથી નેનો યુરિયા અને દવા છંટકાવ માટેના ડ્રોનનું ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ સ્થળે યોજાતાં જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત સચિવ ભબાનીજીએ આહવાન કર્યું હતું.