google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratઅંકલેશ્વર માં નર્મદા નદીના તટ પર શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરના છઠ્ઠા પાટોત્સવનું...

અંકલેશ્વર માં નર્મદા નદીના તટ પર શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરના છઠ્ઠા પાટોત્સવનું ધર્મભીનું આયોજન

- શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન સહિત મહા પ્રસાદીનો ભક્તોને લ્હાવો લેવા માટેનો અનેરો અવસર

અંક્લેશ્વર, 

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ગામ માં નર્મદા નદીના તટ પર શાંત અને રમણીય વાતાવરણમાં અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ના છઠ્ઠા પાટોત્સવનું ધર્મભુનું આયોજન કરવામાં આવ્યું છે.

ફાગણ સુદ સાતમ તારીખ ૧૬મી માર્ચ ૨૦૨૪ ને શનિવારના દિવસે યોજાનાર પાટોત્સવમાં શ્રી નર્મદેશ્વર મહાદેવ તેમજ શ્રી મહિષાસુર મર્દિની માતાના સાનિધ્યમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી સવારથી શિવ શક્તિની મહાપુજા નવચંડી યજ્ઞ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે.જ્યારે સાંજના સમયે પાવન શલીલા માં નર્મદા મૈયાને એક કિનારે થી બીજા કિનારા સુધી ચૂંદડી ઓઢાડવામાં આવશે,વધુમાં ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

માં રેવાના કિનારે વસેલા આ મંદિરે અનેક વખત પૂરના રૌદ્ર સ્વરૂપનો સામનો કર્યો છે.તેમ છતાં આજે આ મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક છે.અગાઉ જ્યારે કુદરતી હોનારતમાં મંદિરને નુકસાન થયું હતું.ત્યારે ગામના માજી સરપંચ સોમભાઈ આર.પટેલ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.આ અંગે શાસ્ત્રી આશિષભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે પાવન શલીલા માતા નર્મદાના કિનારે શ્રી નર્મદેશ્વર મહાદેવજી અને શ્રી મહિષાસુર મર્દિની માતા મંદિરના પાટોત્સવ દરમ્યાન યોજાનાર ધાર્મિક કાર્યક્રમોના રસથાળમાં ભાવિક ભક્તોને તરબોળ થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!