google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયા તાલુકામાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું

ઝઘડિયા તાલુકામાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું

- ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચાર કરી ભાજપનો વિરોધ કરવામાં આવ્યો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે, રાજપારડી ચાર રસ્તા,‌ઝઘડિયા બજારમાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને માં હરસિધ્ધિની આરતી ઉતારી હતી.આ‌ ટાંણે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલાઓ યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ધર્મરથ રાજપીપલા હરસિધ્ધિ માતાના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી ઝઘડિયા તાલુકામાં આગમન કરતા તેનું તાલુકાના ઉમલ્લા રાજપારડી તેમજ ઝઘડિયા ઉચેડીયા નાના સાંજા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.સમાજના લોકો દ્વારા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભારે સૂત્રોચાર કરી ભાજપનો વિરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સમાજના સ્થાનિક લોકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પ્રસંગે ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે ભારત દેશમાં આપણે ૨૨ કરોડ છીએ જે ભાજપે આપણને ઓછા આંકી અને એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખી તેને છાવરવામાં આવી રહ્યો છે, ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ જણાવ્યું છે કે જે ભાજપ નાનો છોડ હતો તેને વટ વૃક્ષ બનાવવામાં કચાસ રાખી નથી તો વટવૃક્ષ છાયડો ના આપતો હોય તો તેને કાઢવામાં પણ કચાસ ન રાખવી જોઈએ,ગુજરાતની ૨૬ બેઠક પર ભાજપના ઉમેદવાર સંકલન સમિતિ માટે રૂપાલા છે, તમામ બેઠકના રૂપાલાને ઘરે બેસાડવાની સંકલન સમિતિએ જવાબદારી લીધી છે, 

ભાજપને વારંવાર જણાવાયું કે આમને ખોટી દિશામાં જતા તમે રોકો પણ તેઓ માન્યા નહીં, આપણે પણ ભરૂચ ના રૂપાલાને હરાવવા કટિબધ્ધ બનવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું.ઝઘડિયા ખાતે રથ આવી પહોંચતા ઝઘડિયાના ક્ષત્રિય સમાજના આગેવાન રણજીતસિંહ પરમાર,બળવંતસિંહ પુનાડા,જયેન્દ્રસિંહ પરમાર,હરેન્દ્રસિંહ પરમાર,ધર્મેન્દ્રસિંહ પરમાર, પ્રફુલસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ માટીએડા, ભુપેન્દ્રસિંહ રાવલજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ધર્મરથ ઝઘડિયા તાલુકા માંથી આગળ વધી ભરૂચ,તવરા,શુકલતીર્થ,ઝનોરથી તણછા પહોંચશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!