(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના અકતેશ્વર બ્રિજ પર બુલેટ પથ્થર સાથે અથડાતાં બે દોસ્તોના મોતના ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ અકસ્માતની વધુ એક ગમખ્વાર ઘટના સામે આવી છેતિલકવાડાના ગમોડ નજીક પુરઝડપે જઈ રહેલી બાઈક ટ્રેકટરની ટ્રોલીની પાછળ ઘુસી જતાં એક યુવાનનું મોત થયું છે. જયારે બીજો જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
નર્મદા જિલ્લામાં લબર મૂછિયાઓ ધૂમ સ્ટાઈલમાં બાઈકો ચલાવીને પોતાનો તથા અન્યનો જીવ જોખમમાં મુકીદેતાં હોય છે.તિલકવાડાના ગામોડ ગામેં ધૂમની સ્ટાઈલમાં બાઇક ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.પૂરપાટ ઝડપે આવતું બાઈક એટલી જોરથી ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અથડાયું કે બાઈકમાં સવાર બંને યુવકો હવામાં ઊછળ્યા હતા.મહીજીપુરા,અંબોડીયા ગામનો હાર્દિક વસાવા અને મેહુલ વસાવા બાઈક લઈને ગામોડ ગામના પેટ્રોલપંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બાઈક હાર્દિક ચલાવી રહ્યો હતો.પુરઝડપે બાઈક ચલાવી રહેલાં હાર્દિકને આગળ ચાલી રહેલું ટ્રેકટર નહિ દેખાતાં બાઈક ટ્રોલીની અંદર ઘુસાડી દીધી હતી.બંને વાહનો વચ્ચે થયેલી જોરદાર ટકકરમાં બંને યુવાનો રોડ પર પટકાયાં હતાં. તેમને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જયાં હાર્દિક વસાવાનું મોત થયું હતું જયારે મેહુલની સારવાર ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવનારાઓની સંખ્યા વધી રહી છે.ત્યારે પોલીસે કડક ચેકિંગ કરી આવા બાઈક ચાલકો પર લગામ કસવી જરૂરી બની છે.
ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવનારાઓ સાવધાન : તિલકવાડામાં યુવાને ટ્રેકટરની પાછળ ટ્રોલીમાં બાઈક ઘુસાડી દેતા મોત
- એકને ગંભીર ઈજાઓ પહોંચી : મૃતક યુવાન મહીજીપુરા ગામનો હોવાનો બહાર આવ્યું