(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી ફરી એકવાર વધવા પામી છે.લોકસભાની ચૂંટણી ટાણે ચૈતરને મોટો ફટકો પડ્યો છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શરત રદ ની અરજીમાં રાજપીપળા કોર્ટમાં કરી હતી.નર્મદા જિલ્લામાં પ્રવેશ નહિ કરવાનાં શરતી જામીન પર છૂટેલા ધારાસભ્ય શરતો રદ કરવાની અરજીની આજેરાજપીપલા કોર્ટમાં સુનાવણી થઈહતી. જેમાં
રાજપીપલા સેસંસ કોર્ટનો હુકમ થયો નર્મદા પ્રવેશ અંગે ની ચૈતર વસાવાની અરજી રદ કરીછે.
ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગને કર્મચારીને મારવાનો ગુનો હતો.જે કેશમાં રાજપીપળા સેશન્સ કોર્ટે જેમાં તેઓને શરતી જામીન મળ્યા હતા.નર્મદા જિલ્લામાં તેઓને આવવા પર પ્રતિબંધ છે.જે અંગે નર્મદા માં પ્રવેશ આપવા રાજપીપલાની સેસન્સ કોર્ટે આજે આ અરજી રદ કરીછે.હવે ચૈતર વસાવા નર્મદામાં હજુ પણ પ્રવેશ કરી શકે નહીં.
ડેડીયાપાડા સાગબારા વિસ્તાર ભરૂચ લોકસભા માં આવતા પ્રચાર પ્રસાર માટે પ્રવેશ કરવા કોર્ટમાં અરજી કરી હતી. પણ તેમાં તેમને સફળતા મળી નથી હવે તમને નર્મદાની બહાર રહીને જ પ્રચાર કાર્ય કરવું પડશે. હવે એ જોવું રહ્યું કે એનાથી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીને મોટુ રાજકીય નુકસાન ભોગવવું પડી શકે છે.