google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratફૈઝલ પટેલના નિવેદનો,ટ્વીટ્સ અને પોસ્ટરોનાં લીધે ભરૂચ બેઠક કોંગ્રેસનાં હાથ માંથી ગઈ...

ફૈઝલ પટેલના નિવેદનો,ટ્વીટ્સ અને પોસ્ટરોનાં લીધે ભરૂચ બેઠક કોંગ્રેસનાં હાથ માંથી ગઈ હોવાની ચર્ચા !!

- સી આર પાટીલ સાથેની મુલાકાત,મોવડી મંડળ સામે જાહેરમાં નારાજગી સહિતના મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડને ફૈઝલ પર ભરોસો નહોતો ? - ફૈઝલ પટેલ હું તો લડીશ સુત્ર સાથે ચૂંટણી લડવાની હઠે બહેન મુમતાઝની મહેનત પર પાણી ફેરવ્યુ !!

ભરૂચ,

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલની ગણાતી સીટ માટે કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ હાઈકમાન્ડને આજીજી કરવાનો વારો આવ્યો છે.આ બેઠક આજે ઈન્ડિયા ગઠબંધનમાં આમ આદમીના ફાળે ગઈ છે. આજે ભરૂચમાં કોંગ્રેસની આ સ્થિતી કેમ થઈ તે સવાલનો જવાબ મેળવવા ભુતકાળમાં ડોકીયુ કરીશું ખબર પડશે કે,આ સીટને બચાવવાની કોશીસ કરતાં ફૈઝલ પટેલે કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યુ છે.આ પ્રકારની ચર્ચા ભરુચના રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

ભરૂચમાં સ્વર્ગીય અહમદ પટેલની રાજકીય વિરાસત સાચવવા માટે કોણ વધુ પરીપક્વ છે તે સવાલનો જવાબ હાલમાં ચાલી રહેલી રાજકીય ગડમથલમાંથી મળે છે.ભરૂચ બેઠક પર જ્યારે આમ આદમી પાર્ટી હાવી થઈ ગઈ ત્યારે સંગઠીત થઈ આ બેઠક કોંગ્રેસને કઈ રીતે મળે તે દિશામાં કામ કરવાના બદલે કોંગ્રેસના અલગ અલગ ધડા એ હોડમાં લાગ્યા હતાં કે,જો આ બેઠક કોંગ્રેસને મળે તો તેની ક્રેડીટ અમને મળવી જોઈએ. કોંગ્રેસને બચાવવાની આડમાં આ લોકોએ સૌથી વધુ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યુ છે અને બે વાંધરાની લડાઈમાં બિલાડી ફાવી જાય તેમ કોંગ્રેસની અંદર અંદરની લડાઈ આમ આદમી પાર્ટી ફાવી ગઈ અને બેઠક મેળવવામાં જીત હાંસિલ કરી.જે સમયે કોંગ્રેસના તમામ નેતાઓએ એક થવાની જરૂર હતી ત્યારે જ તેઓ અલગ અલગ રીતે નિવેદનો આપતા જોવા મળ્યા.જેમાં સૌથી વધુ અપરીપકવતા,રાજકીય અસમજણ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલમાં જોવા મળી. તેમણે જે પ્રમાણે પોસ્ટરો લગાવ્યા,નિવેદનો આપ્યા અને ઉમેદવાર તરીકે પોતે હોવાનો જે અતિ આત્મવિશ્વાસ બતાડ્યો એ  ઘટનાક્રમના કારણે ન માત્ર કોંગ્રેસને નુકસાન થયુ પરંતુ ભાઈ – બહેન વચ્ચેની રાજકીય લડાઈ અને  કોંગ્રેસની આંતરીક જુથબંધી પણ સપાટી પર આવી ગઈ પણ કોંગ્રેસની સ્થિતી હાસ્યાસ્પદ બની.સાથે એ પણ સવાલ ઉભો થયો કે, ફૈઝલ પટેલની આસપાસની મંથરાઓ તેને ઉંધા રવાડે ચઢાવી રહી છે.જેના કારણે સીધો ફાયદો ભાજપને થાય.

ફૈઝલ પટેલની આસપાસ રહેતી મંથરાઓએ તેને એટલી હદે ચાવી ભરવી કે એક સમયે ફૈઝલ પટેલે  હું તો લડીશના સુત્રો સાથે પોસ્ટરો લગાવી દીધા. ફૈઝલ પટેલ એવા નિવેદનો પણ આપતા થઈ ગયા કે, ઉમેદવાર તો હું જ છું.ચૂંટણી તો હું જ લડીશ.સાથે સાથે ઉમેદવાર તરીકે મુમતાઝ પટેલ હોય કે અન્ય કોઈ પણ કોંગ્રેસી આગેવાન હોય ફૈઝલ પટેલે આ નિવેદનો થકી તમામની ઉમેદવાર તરીકેની શક્યતાને નકારી દીધી.જ્યારે સ્વર્ગીય અહમદ પટેલ જીવંત હતા ત્યારે તેમના પૈસે અને હવે ફૈઝલ પટેલને હાથ પર લઈ પૈસાને લક્ષમાં રાખી તેમની આસપાસ ફરતી ગેંગ જાણે ફૈઝલ પટેલનાં માથાની….જુ બની ગયા છે ત્યારે ફૈઝલ પટેલને ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા, હું તો લડીશનાં પોસ્ટરો લગાવવા, ભરુચ જોડો ભારત જોડો યાત્રાનું આયોજન કર્યા પછી રદ્દ કરવા,ચૂંટણી તો હું જ લડીશ,રાહુલ ગાંધી સાથે વાત થઈ અને રાહુલ ગાંધીને ભરૂચ બેઠક જીતવાનું ટ્વીટ કરવા, વાંરવાર નિવેદન  બદલવા તેમજ ભુતકાળમાં ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને મળવા કોણે ઉશેકર્યા, ચઢાવ્યા અથવા તો ગેરમાર્ગે દોર્યા તે અંગે ખુદ ફૈઝલ પટેલ અને કોંગ્રેસની હિત જેમા હૈયે વસેલુ છે એવા કાર્યકરો અને આગેવાનોએ વિચારવાની જરૂર છે.

ફૈઝલ પટેલના પાયાવિહોણા દાવા, ટ્વીટના કારણે અને જો ફૈઝલ પટેલને ટીકીટ આપીશુ તો મુમતાઝ પટેલ નારાજ થશે તેમજ મુમતાઝ પટેલને ટીકીટ આપીશું તો ફૈઝલ પટેલ બળવો કરશે તેવા વિચાર કરવા હાઈકમાન્ડ મજબુર બન્યુ હતું.જેના કારણે બે ભાઈ બહેનોની લડાઈના કારણે ભરૂચની બેઠકના લીધે કોંગ્રેસની વધુ ફજેતી થાય એની કરતાં આમ આદમી પાર્ટીને આ બેઠક આપી દેવી વધુ યોગ્ય લાગતા હાઈકમાન્ડે ગઠબંધનમાં આ બેઠક આપને આપવાનો નિર્ણય લીધો હોય શકે તેવી ધારણા લોકો સેવી રહ્યા છે.મુમતાઝ પટેલે તો આ સંકટ સમયમાં ક્યારેય પોતાની દાવેદારી આક્રમક રીતે કરી નથી પરંતુ ફૈઝલ રાજકીય પરીપકવતા દાખવવામાં ક્યાંક ચુક્યા હોવાથી અને બહેન સાથેનો મતભેદ સપાટી પર લઈ આવ્યા હોવાથી કોંગ્રેસ હાઈકમાન્ડે ત્રીજા વિકલ્પ પર મીટ માંડ હોય શકે.જો બંને ભાઈ બહેન એક સાથે અને એક જ ઉર્જાથી કોંગ્રેસની સીટ બચાવવાનો પ્રયત્ન કર્યો હોત તો કદાચ આજે આ બેઠક કોંગ્રેસનાં ખાતામા હોત તેવું રાજકીય પંડીતો માની રહ્યા છે. બાકી હવે જે પરિસ્થિતી સર્જાય છે.ત્યાર બાદ ફૈઝલ પટેલનાં સી આર પાટીલ સાથેના ફોટા મુસ્લીમ સમાજમાં વાઈરલ થઈ રહ્યા છે અને લોકો પણ એવી ટીપ્પણી કરી રહ્યા છે કે, ફૈઝલ પટેલે જાણી જોઈને ભરૂચ બેઠકનું કોકડુ ગુંચવાઈ અને કોંગ્રેસ ફાટ ફુટ પડે તેવા પ્રયત્ન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!