google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન થતા ૨૨૩ કેસોનું સમાધાનકારી...

ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન થતા ૨૨૩ કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ

- તાલુકા કોર્ટમાં ૧૧૮૩ કેસ મૂકવામાં આવેલ જેમાં ૨૨૩ કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો

(જયશીલ પટેલ,ઝઘડિયા)
રાજ્યભરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજનને અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન ઝઘડિયાના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ.પટેલ તથા ઝઘડિયાના જયુડીસીએલ ફ.ક મેજિસ્ટ્રેટ જે.ટી પટેલના સંયુક્ત પ્રયાસ થી કરવામાં આવ્યું હતું.
ઝઘડિયા તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતને કુમારી એચ.એસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી.આ પ્રસંગે ઝઘડિયાના મેજિસ્ટ્રેટ જે.ટી પટેલ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ અનિલ પંડયા,સમસુદ્દીન શેખ, દિલીપસિંહ નકુમ, ગીતાબેન શાહ, અમિત ચૌહાણ વગેરે વકીલો ઉપસ્થિત થયા હતા અને લોક અદાલતને સફળ બનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા.જેમાં ખુઊમારી એચ.એસ પટેલની કોર્ટમાં કુલ ૧૧૧૬ કેસ મૂકવામાં આવ્યા હતા જેમાંથી ૧૫૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો અને જે.ટી પટેલ ની કોર્ટમાં કુલ ૬૭ કેસ મૂકવામાં આવ્યા હતા.જેમાં તમામ ૬૭ કેસોનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો.આ કેસોમાં મની રિકવરી,ઈલેક્ટ્રિસિટી, નેગોસીબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!