ભરૂચ,
ભરૂચ જીલ્લામાં ભક્તોની દશા સુધાનાર દશામાંને ડીજેના સથવારે પધરામણી કરાઈ હતી.જેમાં અંકલેશ્વર પંથકમાં પોલીસે વિઘ્ન ઉભું કરતા અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવતા દશામાં ની શોભાયાત્રા પોલીસ મથકે પહોંચતા ભારે હોબાળા બાદ પોલીસે સાઉન્ડ સિસ્ટમ પરત કરતા મામલો થાળે પડયો હતો.પરંતુ પોલીસના આવા વિઘ્ન સામે ભક્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
ભરૂચ જીલ્લામાં ગતરોજ દશામાંની શોભાયાત્રાઓ ડીજેના સથવારે ભક્તોએ પધરામણી કરાવી હતી.પરંતુ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા દશામાંની શોભાયાત્રા માં ત્રણ રસ્તા સર્કલ પાસે શોભાયાત્રામાં વિઘ્ન ઉભું કરતા અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવી ડીજે સિસ્ટમને ડિટેન કરતા શોભાયાત્રા માં રહેલા ભક્તોમાં ભારે હોબાળો થવા સાથે શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો માતાજીની પ્રતિમા લઈ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ભારે હોબાળો મચાવતા આખરે પોલીસે સાઉન્ડ સિસ્ટમ પરત કરવી પડી હતી અને માતાજીની ભક્તિમાં વિઘ્ન ઉભું કરનાર પોલીસકર્મીઓ સામે ભક્તોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.બીએનઆઈ ન્યુઝ
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પોલીસ મથક ઉપર બે કલાક સુધી ભક્તોએ હોબાળો મચાવતા અને ધાર્મિક કાર્યક્રમમાં પોલીસના વિઘ્ન સામે ભક્તોમાં નારાજગી જોવા મળતા મોડી રાત સુધી ભક્તોનો હોબાળો પોલીસ મથક ઉપર રહ્યો હતો.દશામાંની શોભાયાત્રામાં વિઘ્ન ઉભું કરનાર પોલીસકર્મીઓ સામે પગલાં લેવાની પણ માંગ ઉઠી હોવાની ચર્ચાઓ ચાલી હતી.બીએનઆઈ ન્યુઝ
અંકલેશ્વર પંથકમાં દશામાંની શોભાયાત્રામાં પોલીસનું વિઘ્ન : સાઉન્ડ સિસ્ટમ ડિટેન કરતા ભક્તો પ્રતિમા સાથે પોલીસ મથકે પહોંચી મચાવ્યો હોબાળો
- ગત સંધ્યાકાળના સમયે દશામાંની શોભાયાત્રામાં પોલીસના વિઘ્ન સામે ભક્તોનો પોલીસ મથકે હલ્લાબોલ બાદ મામલો થાળે પડયો