google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratબોડેલી ખાતે સ્થિત યા મૌલા અલી મદદ ચેરીટેબલ ટ્રસ્ટ ઢોકલીયા દ્વારા રાહત...

બોડેલી ખાતે સ્થિત યા મૌલા અલી મદદ ચેરીટેબલ ટ્રસ્ટ ઢોકલીયા દ્વારા રાહત દરે ચોપડા વિતરણ

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સ્થિત યા મૌલા અલી મદદ ચેરીટેલ ટ્રસ્ટ ઢોકલીયા દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેનો ઘણા વિદ્યાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે.ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા અવારનવાર કપડાં વિતરણ તેમજ ગરીબ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ગરીબ પરિવારના બાળકોને આર્થિક સ્થિતિના લીધે અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે,ત્યારે તેવા સંજોગોમાં બોડેલીની સ્વૈચ્છીક સંસ્થા યા મૌલા અલી મદદ ચેરીટેબલ ટ્રસ્ટ વિદ્યાર્થીઓની મદદે આવી છે અને સંસ્થા દ્વારા ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. સંસ્થા ના પ્રમુખ ખત્રી ઉસ્માન ગની મહેબૂબ ભાઈ જનાબ દ્વારા લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ સંસ્થા ના પ્રમુખે જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા પરિવારોએ મોંઘાદાટ શૈક્ષણિક ચોપડા લેવા પડતા હોય તેવા પરીવારોને રાહત દરે ચોપડા મળે તેવા હેતુથી વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ રાહત દરે ચોપડા વિતરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણનો વ્યાપ વધે અને મધ્યમવર્ગી પરિવારને આર્થિક રાહત મળે તે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!