google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratજંબુસરમાં નન્હીકલી દ્વારા જિલ્લાકક્ષાની તુફાન ગેમ્સ યોજાઈ

જંબુસરમાં નન્હીકલી દ્વારા જિલ્લાકક્ષાની તુફાન ગેમ્સ યોજાઈ

(સંજય પટેલ, જંબુસર)

નાનદી ફાઉન્ડેશન દ્વારા નન્હીકલી પ્રોજેક્ટ ભારતના નવ રાજ્યોમાં કાર્યરત છે અને ભરૂચ જિલ્લાના પાંચ બ્લોક વાલિયા,ઝઘડિયા, નેત્રંગ, આમોદમાં મળી કુલ ૧૩,૦૦૦ નાની બાળાઓને શૈક્ષણિક સામાજિક સાથે શૈક્ષણિક સામગ્રી સહાયતા આપી નાની બાળાઓ શિક્ષણ ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ કરે તે માટે જંબુસર ખાતે પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ સતત પ્રયત્નશીલ રહે છે.સદર પ્રોજેક્ટ નાની બાળાઓને શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છે.આજે નવયુગ વિદ્યાલય મેદાનમાં જિલ્લાકક્ષાનો પ્રાઈમરી બાળાઓ માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૬૦ બાળાઓએ ભાગ લીધો હતો અને શટલ રન, ૩૦ મીટર દોડ,લાંબી કુદ સહિતની રમતો યોજાઈ હતી.જેમાં દરેક બાળકોએ સુંદર દેખાવ કર્યો હતો.જેનો સમાપન સમારોહ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ કચેરી ઈન સ્કૂલ ટીમ મેનેજર હિતેશ પઢિયાર,અગ્રણી કૃપાબેન દોશી,ધનુબેન રણા,વૈશાલીબેન પઢીયાર, હિતેન્દ્રસિંહ ઠાકોર,એટીડીઓ તેજસભાઈ તથા સંજયભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા.નાની બાળાઓ રમતમાં હજુ સારું પરિણામ હાંસલ કરી રાજ્ય કક્ષાએ પસંદગી પામે તેવી શુભેચ્છાઓ ઉપસ્થિતો દ્વારા પાઠવવામાં આવી હતી અને નાની બાળાઓને મેડલ પ્રમાણપત્ર ઉપસ્થિતોને હસ્તે એનાયત કરાયા હતા.

આ પ્રસંગે કોચ ડિમ્પલ,ભાવિકા,અંજના,ચેતના, દર્શના, જ્યોત્સના,ચેતનાબેન ,ધરતી ,સાલેહા એ સેવાઓ આપી હતી.તથા ઓફિસ સ્ટાફ એ એફ.ઓ મોહસીનભાઈ, ડીએલઓ વિક્રમભાઈ, આસિસ્ટન્ટ દિનેશભાઈ સહિત સી એ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!