નેત્રંગ,
નેત્રંગ તાલુકામાં છેલ્લા બે દિવસથી ખેતરોમાં રહેલા વીજ વાયરોની ચોરી થતી ખુડૂતોમા ખળભરાટ જોવા મળી રહ્યો છે.તો ખેડૂતોને વીજ પુરવઠો નહિ માલ્ટા ઉભો પાકને નુકશાન થવાની ભીતિ સતાવી રહી છે.
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામમાં આવેલ રાઈશ મીલની બાજુમાં આવેલ ખેતર માંથી રાત્રીના અંધકારના સમયે અજાણ્યા ઇસમોએ ચાલુ વીજ ટ્રાન્સફોમરની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.વીજ ટ્રાન્સફોમર માંથી એલ્યુમિનિયમ સહિત કિંમતી ઘાતુની ચોરી કરીને તેને ખેતરમાં જ નાખી ફરાર થઈ ગયા હતા.તેજ રાત્રીના રોજ કેલ્વીકુવા – બેડોલી રોડ ઉપરથી પણ ચાલુ વીજ પુરવઠાના ૬૦૦ મીટરથી વધુ વાયરોની ચોરી થઈ હતી.ત્યાર બાદ કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપરથી ફરીવાર ૬૦૦ મીટરથી વધુ વીજ પુરવઠાના વાયરોની ચોરી થતાં પંથકમાં ખળભરાટ મચી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે સતત બે દિવસમાં ૧૨૦૦ મીટરથી વધુ વીજપુરવઠાના વાયરો ચોરી થતાં તસ્કરો જાણે બેફામ બન્યા હોઈ તેમ લાગી રહ્યું છે.નેત્રંગ તાલુકાના ખેડોતોની સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે દિન-પ્રતિદિન હાલત ફકોડી બની રહી છે.ઘઉં,શેરડી જેવા કાળી મજુરી કરીને ઉભા કરેલ પાકને જરૂરિયાતના સમયે જ સિંચાઈ માટેનું પુરતું પાણી નહીં મળી શકવાના કારણે ખેડુતોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.આગામી સમયમાં દક્ષિણ ગુજરાત વીજકંપની અને પોલીસ તંત્ર સંકલન કરીને વીજપુરવઠાના વાયરોની ચોરી કરનાર અજાણ્યા ઇસમોને પકડી જેલભેગા કરે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે.