(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગના જવાહર બજારથી ગાંધી બજાર સુધી અંદાજિત 70 લાખના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ બે-ત્રણ માહિનામાં જ ધોવાઈ જતાં સ્થાનિકો ઉડતી ધૂળની ડમરીઓને પગલે ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
છેલ્લા ઘણા સમયથી ભરૂચ જીલ્લાના નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો.જેને પગલે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆતના પગલે અંદાજિત 70 લાખના ખર્ચે મેઈન બજારનો મુખ્ય માર્ગ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો.પરંતુ બે-ત્રણ મહિનામાં જ આ માર્ગ ધોવાઈ જતાં ભ્ર્ષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેમ નજરે પડી રહ્યું છે.માર્ગ ધોવાઈ જવાના કારણે હાલ ઉડતી ધૂળની ડમરીઓને કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે અને બજારમાં કોઈ આવતું ન હોવાના કારણે ધંધા રોજગાર પણ પડી ભાંગ્યા છે.જે માર્ગની કામગીરીમાં ભષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેકટર,સાંસદ અને તાલુકા વિકાસ અધિકારી,કાર્યપાલક ઈજનેર,ધારાસભ્ય સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઉડતી ધૂળ વચ્ચે ખાડાઓ પાડી મુશીબત વધારી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.ત્યારે આ તકલાદી માર્ગને ફરી બનાવવા અને ખાડાઓનું પેચવર્ક નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં બજારો સ્વયંભુ બંધ રાખી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી.
બિસ્માર માર્ગ અને ઉડતી ધૂળની ડમરીથી પરેશાન લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
- નેત્રંગના જવાહર બજારથી ગાંધી બજાર સુધીનો 70 લાખના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ ધોવાઈ જતા પરેશાની - ઉડતી ધૂળની ડમરીઓને પગલે ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી