google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 16, 2024
HomeGujaratલોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ધરખમ ફેરફારો : નર્મદા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રફુલ...

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ધરખમ ફેરફારો : નર્મદા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની વરણી

- રાજપીપલા સફેદ ટાવર પાસે નવા પ્રમુખની વરણી બદલ ફટાકડા ફોડી મોં મીઠુ કરી હાર પહેરાવી સ્વગત કર્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
પ્રદેશ કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારોથઈ રહ્યાં છે.લોકસભાની ચૂંટણી પહેલા 10 જિલ્લાના પ્રમુખો બદલાયા છે.જેમાં નર્મદા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની વરણી કરાઈ છે.
નર્મદા જિલ્લાની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા અને પૂર્વ જિલ્લા પ્રમુખ હરેશ વાળંદને મોવડી મંડળે સસ્પેન્ડ કર્યાં હતાં.ત્યાર બાદ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા અને જિલ્લા ઉપપ્રમુખ જયંતી વસાવાએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપામાં જોડાઈ જતાં નર્મદા કોંગ્રેસમાં શૂન્યવાકાશ સર્જાયો હતો.ત્યાર બાદ ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય થતાં બે રાજ્યોમાં કોંગ્રેસની હાર થતાં કાર્યકરોવધુ હતાશ થઈ ગયા હતાં.હવે જયારે લોકસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે પ્રદેશકક્ષાએથી જુના જોગીઓને ફરીથી પાર્ટીમાં લેવા મજબુર થયાં છે.નર્મદા કોંગ્રેસ પાસે ખાસ કોઈ સારો મજબૂત નેતા ન હોવાથી પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવાને અને પૂર્વ જિલ્લા પ્રમુખ હરેશ વાળંદને ફરીથી કોંગ્રેસમાં સમાવ્યા છે.જોકે હજી સુધી તેમને કોઈ હોદ્દો મળ્યો નથી તેથી નર્મદાનું સુકાન કોણ સાંભળે એ પ્રશ્ન મહત્વનો હોઈ મોવડી મંડળે ફરી એકવાર અગાઉ જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા અને પ્રદેશ મંત્રી અને પાટીદાર સમાજના આગેવાન પ્રફુલ પટેલને ફરીથી જિલ્લા પ્રમુખ બનાવ્યા છે.જોકે રબર સ્ટેમ્પ રહી ચૂકેલા આગાઉના પૂર્વ પ્રમુખ હરેશ વાળંદ કોંગ્રેસમાં ખાસ કશું ઉકાળી શક્યા ન હોતા હવે એમના આવવાથી પણ કોંગ્રેસમાં ખાસ કોઈ ફેર પડવાનો નથી.તો નવા વરાયેલા જુના જોગી પ્રફુલ પટેલ પણ પણ અગાઉ નર્મદા કોંગ્રેસમાં ખાસ કશું ઉકાળી શક્યા નથી.ત્યારે નવા પ્રમુખ પ્રફુલ પટેલ હતાશ થયેલી કોંગ્રેસમાં કેવો અને કેટલો પ્રાણ ફૂંકી શકશે એ હવે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!