ભરૂચ,
છેલ્લા કેટલાક સમયથી પાણીની પડતી સમસ્યાને લઈ સંચાલકો દ્વારા સ્થાનિક રાજકીય આગેવાનો અને વહીવતી તંત્રને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે મંદિરે આવતા પરિક્રમાવાસીઓ,પ્રવાસીઓએ તેમજ દર્શનાર્થીઓને પીવાના પાણી માટે ફાફા મારવા પડતા હોય છે.રોજબરોજ આ મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ ઊમતી રહ્યા છે.ત્યારે સ્થાનિક લોકો પણ એટલી જ મોટી સંખ્યામાં મંદિર પરિષદમાં જતા હોય છે.ત્યારે આ તમામ લોકોને પડતી મુશ્કેલીઓને લઈ મંદિર સંચાલકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી માટે કરેલી રજૂઆતો આખરે પાણીમાં ગઈ છે અને હજુ સુધી કોઈ સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.
ઝાડેશ્વર નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં રાતવાસો રોકાતા પરિક્રમાવાસીઓ ને પીવા માટે મંદિર ના વહીવટદારોએ રોજનું પીવાનું પાણી બહાર થી પાણી મંગાવુ પડે છે નલ સે જલ યોજનાની પાઈપ લાઈન તો નંખાઈ છે પણ તે માટે હજી પાણી મળતું નથી તેથી રોજની આપદા સર્જાય છે.
મંદિરમાં રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે પણ મીઠું પાણી માટે ફાફા મારવા પડે છે.મંદિર સંચાલકો દ્વારા પરિક્રમાવાસીઓ માટે રોજ પાની બહારથી મંગાવુ પડે છે.પાઈપલાઈનમાં પાણી આપવાની રજૂઆતો પાણીમાં ગઈ છે મીઠા પાણીની લાઈન નાંખવામાં આવી હોવા છતાં હજી એમાં પાણી આવતું નથી નર્મદા નદીની પરિક્રમા માટે આ વર્ષે પરિક્રમાવાસીઓનું ધોધપૂરું ઉમતી રહ્યું છે.
નર્મદા ભક્તોના રોજેરોજ મોટી સંખ્યામાં ઘાટઉમટી રહ્યા છે નર્મદા કાંઠે વસેલા નીલકંઠ મંદિરે નર્મદાના નીર નહિ આવતાં પરિક્રમા માટે રોજ ઉમતી રહેલા ભક્તોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.
ઝાડેશ્વર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નર્મદા પરિક્રમા વાસિયો આવી રહ્યા છે.મંદિરે મંદિર સંચાલકો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે.રહેવાની જમવાની તમામ વ્યવસ્થાઓ મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.પણ પીવાના પાણીના અભાવે પ્રવાસીઓ અને પરિક્રમા વાસીયો ને હાલાકી ભોગવવી પડી રહી છે
મંદિર સંચાલકો દ્વારા વારંવાર સ્થાનિક રાજકીય આગેવાનો અને જિલ્લા સમાહર્તા સુધીની રજૂઆતો પણ કરવામાં આવી છે.પરંતુ કોઈ પ્રકારનું ધ્યાન ન અપાતા નીલકંઠ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.નીલકંઠ મંદિર આવતા પરિક્રમાવાસીઓ ને ભોજનની પણ વ્યવસ્થા મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવે છે.