ભરૂચ,
ભરૂચના સરદાર બ્રિજ ઉપર આગળ ચાલતી ટ્રકમાં પાછળથી પુર ઝડપે આવી રહેલ ડમ્પર એકાએક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં પાછળથી આવેલ ડમ્પર ચાલક કેબિનમાં ફસાયો હતો.જેને 108 અને ક્રેનની મદદથી રેસ્કયુ કરી સલામત રીતે બહાર કઢાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સરદાર બ્રિજ પરથી એક ડમ્પર ચાલક પુર ઝડપે અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો.આ સમય દરમ્યાન તેણે પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા જ તેનું ડમ્પર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં પાછળ પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલક તેની કેબીનમાં ફસાયો હતો.જેની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટાફને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને અકસ્માતમાં ડમ્પર ચાલકનું રેસ્કયુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.જોકે તેને પગમાં ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સરદાર બ્રિજ પર આગળ ચાલતી ટ્રકની પાછળ ડમ્પર ઘૂસી જતા ચાલક કેબિનમાં ફસાયો
- ફસાયેલા ચાલકને રેસ્કયુ કરી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો