google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratબેજવાબદાર અધિકારીઓ અને પદાધકારીઓના કારણે વિકાસ રૂંધાયો! : જંબુસર પાલિકા પ્રમુખે પ્રેસ...

બેજવાબદાર અધિકારીઓ અને પદાધકારીઓના કારણે વિકાસ રૂંધાયો! : જંબુસર પાલિકા પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી “ક” વર્ગની પાલિકા હોવાથી જરૂરી ગ્રાન્ટ ન મળતી હોવાનું કારણ આગળ ધર્યું

- જંબુસરના બિસ્માર માર્ગ અંગે ૩-૩ વાર ટેન્ડર છતાં કોઈ નહિ આવતા ચોથે પ્રયત્ને એક એજન્સીએ ભર્યું ટેન્ડર? - જંબુસર પાલિકાના બેજવાબદાર અધિકારીઓ અને પદાધકારીઓના કારણે આગામી દિવસોમાં વિકાસ રૂંધાઈ તો નવાઈ નહી

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર નગરના ટંકારી ભાગોળથી ડેપો સુધીનો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોય જે અંગે સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા.છેલ્લા બે દિવસથી રજૂઆતોના પગલે જંબુસર પાલિકાએ મૌન તોડી પ્રમુખ અમિષાબેન શાહ દ્વારા પત્રકાર પરિષદ યોજી બિસ્માર માર્ગ બાબતે વાસ્તવિક ચિતાર આપવામાં આવ્યો હતો. 

સદર પ્રેસ કોન્ફરન્સ નગરપાલિકા ખાતે યોજાઈ હતી. જેમાં પ્રમુખ અમિષાબેન શાહ,સદસ્યો શૈલેષભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ તથા શહેર ભાજપ મહામંત્રી મનનભાઈ પટેલ, અગ્રણી વિરેનભાઈ શાહે જણાવ્યું હતું કે જંબુસર નગરપાલિકા દ્વારા આ રોડ બાબતે ત્રણ વાર ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી.જેમાં કોઈપણ ટેન્ડર ભરવામાં આવ્યું નથી.આચારસંહિતા પૂર્ણ થતા ચોથો પ્રયત્ન હાથ ધરેલો જેમાં એક એજન્સીએ ટેન્ડર ભર્યું છે.જેની દરખાસ્ત પ્રાદેશિક કમિશ્નર સુરતને મોકલી આપેલ છે.જે મંજૂર થઈ રોડનો વર્ક ઓર્ડર આપવામાં આવશે હાલ ચોમાસાની સિઝન હોય રોડનું કામ કરવું હિતાવહ નથી જેથી આ રીંગરોડ પર તાકીદે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવશે.જે જેસીબી દ્વારા કામગીરી ચાલુ છે. આ સહિત જંબુસર નગરપાલિકા ” ક” વર્ગમાં આવે છે આ રોડની નિભાવણી માટે કે નવો રોડ આરસીસીનો બનાવવો હોય તો જરૂરી ગ્રાન્ટ “ક” વર્ગની નગરપાલિકા હોવાથી મળતી નથી.પાલિકા સત્તાધારી પક્ષ આગામી સમયમાં આ રીંગરોડ પીડબ્લ્યુડી હસ્તક આપવા ઠરાવ કરનાર છે જેથી યોગ્ય નિભાવણી થઈ શકે અને જનતાને પડતી હાલાકી હાલ થાય તથા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ રોડ બનાવી આપવાનું કહેલ હતું પરંતુ પાલિકા ના પાડે છે તે વાત તદ્દન પાયા વિહોણી છે.કંપની દ્વારા કોઈ દરખાસ્ત મળેલ નથી અને જો પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ કે અન્ય કોઈ કંપની આ રોડ બનાવવા તૈયાર હોય તો પાલિકા મંજૂરી માટે તૈયાર છે.જે અંગે કંપની જાતે જ ટેન્ડર કરે અને ચુકવણું કરે તે માટે પાલિકા તૈયાર છે.વિપક્ષ દ્વારા ખોટી અફવા ચલાવવામાં આવે છે.વિપક્ષ પ્રસિદ્ધિ મેળવવા ખોટા પ્રશ્નો ઊભા કરવામાં આવે છે.તેમને જનતાના હિતમાં સહકાર આપવો જોઈએ તેમ જણાવ્યું હતું.

જંબુસર નગરપાલિકા “ક” વર્ગની હોય અને જરૂરી ગ્રાન્ટ જો આપવામાં આવતી ન હોય તો પ્રજા પાસેથી લેવામાં આવતા વિવિધ ટેક્ષ પણ ઉઘરાવવાનું બંધ કરવું જોઈએ.જો પ્રજા ટેક્ષ ભરતી હોય તો તેઓને તમામ સુવિધા આપવા પાલિકા તંત્રએ તમામ પ્રયત્નો કરવા જોઈએ નહિ કે પાલિકા “ક” કે અન્ય વર્ગની છે તેમાં ન પડવું જોઈએ તેમ વિપક્ષે જણાવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જંબુસર એક મોટું બજાર માનવામાં આવે છે જ્યાં જંબુસર તાલુકા સહિત આસપાસના અન્ય જીલ્લા માંથી પણ લોકો વેપાર ધંધા અર્થે આવતા હોય છે,અહી જીઆઈડીસી પણ આવેલી છે અને હવે તો બ્લડડ્રગ પાર્ક પણ આવી રહ્યો છે.ત્યારે બિસ્માર માર્ગોનું સમારકામ કે નવિનીકરણ કરવામાં ન આવે તો આવનાર દિવસોમાં પાલિકાના અણધડ વહીવટ અને બેજવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓના કારણે વિકાસ રૂંધાઈ તો નવાઈ નહી.

તો જંબુસરના બિસ્માર માર્ગોને લઈને જંબુસર કોંગ્રેસ અને ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ ચક્કાજામ કરવા પહોંચતા જ કામગીરી ચાલુ હોવાનું જોતા ચક્કાજામ કરવાના પ્રોગ્રામનું સુરસુરયુ થઈ ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!