ભરૂચ જીલ્લામાં મંગળવારની વહેલી સવારથી વાતાવરણમા ધુમ્મ્સ છવાયું હતું.શહેરમાં ધુમ્મ્સની ચાદર છવાતા ગુલાબી ઠંડક વચ્ચે વાતાવરણમાં છવાયેલા ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો પણ થયો છે.ઔદ્યોગિક વસાહતો અને દહેજ પોર્ટના કારણે વ્યસ્ત અહીંના હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.જેના પગલે વાહન ચાલકોએ હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.ભરૂચમાં એક તરફ ધુમ્મ્સના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા તો સાથે કેટલીક સમસ્યાઓ પણ નજરે પડી હતી. વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો.ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૨૪ અને દહેજ – ભરૂચ હાઈવે ઉપર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. સદ્દનસીબે વિઝિબ્લિટી ઘટવાના કારણે જીલ્લામાં માર્ગ અકસ્માતની કોઈ ઘટના સામે આવી ન હતી.