google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratભરૂચ પાલિકાની બેદરકારીના કારણે હાર્દસમા પાંચબત્તી નજીક ખુલ્લી ગટરમાં કાર ખાબકી તો...

ભરૂચ પાલિકાની બેદરકારીના કારણે હાર્દસમા પાંચબત્તી નજીક ખુલ્લી ગટરમાં કાર ખાબકી તો પાલિકા સંચાલિત સીટી બસ પણ ફસાઈ

- ગટરનું સમારકામ કરી કાદવ કીચડ રોડ પર જ રહેવા દેતા સ્પીડમાં આવેલ કાર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો - ક્રેનની મદદ વડે કારને ગટર માંથી બહાર કાઢવામાં આવી - સદ્દનસીબે કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ : જેસીબી ની મદદથી સીટી બસને બહાર કાઢવામાં આવી - કામ કરનાર એજન્સી સામે કડક વલણ અપનાવી કામ વહેલી ટકે પૂર્ણ કરવા અને કાદવ કીચડ જાહેર માર્ગ ઉપરથી ઉઠાવવા લોક માંગ

ભરૂચ,
ભરૂચ શહેરના હાર્દસમા પાંચબત્તી વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટર પાલિકાની બેદરકારીના કારને કોઈનો જીવ લેશે તેમ લાગી રહ્યું છે.થોડાં દિવસ પહેલા એક મહિલા પણ ખુલ્લી ગટરમાં ખાબકી હતી.ત્યારે આજરોજ વહેલી સવારે એક કાર ચાલક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો.જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.તો બીજી તરફ પાલિકા સંચાલિત સીટી બસ પણ ફસાઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.જોકે લાંબા સમય સુધી ફસાઈ રહેલી બસને પાલિકાના જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
ભરૂચ શહેરના હાર્દ એવા પાંચબત્તી વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટર વાહન ચાલકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.
કારણ કે ભરૂચ નગરપાલિકા દ્વારા ગતરોજ રાત્રિ ના સમયે ગટરની સાફસફાઈ કરવામાં આવી હતી.જેમાં રહેલો કાદવ કીચડ જાહેર માર્ગ ઠાલવી ત્યાં જ રહેવા દેવામાં આવ્યો હતો અને રોડની વચો વચ એક બેરિકેટ મૂકવામાં આવ્યું હતું.ત્યારે વહેલી સવારના સમયે એમ જી રોડ તરફથી મહારાષ્ટ્ર પાર્સિંગની પુરઝડપે આવેલ એક કાર ચાલકની કાર આ કીચડના કારણે સ્લીપ મારતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બ્રેક મારતા જ કાર રોડની સાઈડમાં રહેલ ખુલ્લી ગટરમાં ખાબકી હતી.કાર ખુલ્લી ગટરમાં ખાબકતા જ અવાજ આવતા અહીથી પસાર થતા અને આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતા.જોકે સદ્દનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓના આબાદ બચાવ થયો હતો.પરતું કિચડના કારણે કાર બહાર નીકળે તેમ ન હોય જેથી ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી.જેના કારણે કાર ચાલકને આર્થિક નુકશાન વેઠવું પડ્યું હતું.
તો બીજી તરફ ખોદકામમાં પાલિકા સંચાલિત સીટી બસનું પાછળનું ટાયર પણ ફસાઈ જવા પામ્યું હતું.જેના કારણે બસમાં સવાર મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો અને મુસાફરોને અહીં જ ઉતરી જવું પડયું હતું.સીટી બસ ફસાઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.તો લાંબો સમય સુધી ફસાઈ રહેલી સીટી બસને પાલિકાના જેસીબી મશીન વડે બહાર કાઢવામાં આવી હતી.
ભરૂચ પાલિકાના વિપક્ષી દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ આ બાબતે જણાવ્યું હતું કે પાંચબત્તી જેવા હાર્દસમા વિસ્તારમાં ગટરના પાઈપ લાઈનની કરમગીરી કરવામાં આવી ત્યારે પાલિકાના અધિકારીઓ,એન્જીનયરો,સત્તાપક્ષના પદાધિકારીઓ કોઈપણ સ્થળ ઉપર હાજર રહી કામ ન કરાવતા માત્ર એજેન્સીના લોકોની દેખરેખ હેઠળ કામ કરવામાં આવતા આજે ભરૂચની જનતાને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.છાશવારે અગાઉ પણ એક મહિલા કાર સાથે ખાબકી હતી તો આજરોજ વહેલી સવારે અન્ય એક કાર ચાલાક ખાબકો હતો ત્યાર બાદ પાલિકા સંચાલિત સીટી બસ પણ ફસાઈ જતા બસમાં સવાર મુસાફરોને અહીંયા જ ઉતારી દેવામાં આવ્યા હતા.જોકે આ તમામ બનાવોમાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.હાર હંમેશા ભાજપ શાસિત પાલિકા આગ લાગે ત્યારે કુવો ખોદવો અને તરસ લાગે ત્યારે કુવો ખોદવો તેવું કામ છે.છેલ્લા 30 વર્ષના સાશનમાં આ ભાજપનો વિકાસ છે.ત્યારે ભરૂચની જનતાએ ખાસ ધ્યાન આપવું જોઈએ અને આવનાર લોકસભા માં આમને મત અપાઈ ખરા?
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના પાંચબત્તી વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાને પાલિકા તંત્ર હલ કરી રહ્યું છે.પરંતુ જે એજન્સીએ કામ આપ્યું છે તે એજન્સી દ્વારા યોગ્ય કામ નહિ કરવામાં આવતા અગાઉ પણ એક મહિલા કાર સાથે આ ખુલ્લી ગટરમાં ખાબકી હતી અને પુનઃ આજે અન્ય એક કાર ચાલક આ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો.જોકે સદ્દનસીબે બંને બનાવોમાં કોઈને જાનહાનિ થવાં પામી ન હતી.પરંતુ કારને નુકશાન થવા પામ્યું હતું.ત્યારે પાલિકા તંત્રએ એજન્સી સાથે કડક વલણ અપનાવી ખુલ્લી ગટર ને વહેલી ટકે બંધ કરવામાં આવે અને જાહેર માર્ગ ઉપર નાંખવામાં આવેલ કાદવ કિચડને વહેલી ટકે ઉઠવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!