google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratરાજપીપલા ખાતે સ્કૂલવાન ચાલકોની હડતાલને કારણે વાલી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

રાજપીપલા ખાતે સ્કૂલવાન ચાલકોની હડતાલને કારણે વાલી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

- રાજપીપલા ખાતે RTO અને પોલીસ તંત્રની સ્કૂલવાન અને રીક્ષાચાલકો પર તવાઈ : RTO અધિકારીએ સ્કૂલવાન, સ્કૂલ બસ ચાલકો અને રીક્ષાચાલકોની બેઠક બોલાવી - વેરીફીકેશન ચકાસવાની કામગીરી બાદ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાને કારણે વાન ચાલકોને ફટકારાઈ નોટિસો, દંડ સહીતની કાર્યવાહી

સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે શાળા ચાલુ થતા બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ રાજપીપળા ખાતે 50 થી વધુ વાન ચાલકો પોતાનીમાંગ સાથે હડતાલ પર ઉતરવા મજબૂર થયા છે.
બીજી તરફ રાજપીપલા ખાતે RTO અને પોલીસ તંત્રની સ્કૂલવાન અને રીક્ષાચાલકો પર તવાઈ લાવી દેતા ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.તો ઉઘડતી શાળાએ જ હડતાલને કારણે વાલી વિદ્યાર્થીઑઅને વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.વાલીઓને પોતાના સંતાનોને પોતાના ખાનગી વાહનોનો સહારો લેવાનો વારો આવ્યો છે.બીજી તરફ RTO અધિકારી નિમીષા પંચાલે સ્કૂલવાન, સ્કૂલ બસ ચાલકો અને રીક્ષાચાલકોની બેઠક બોલાવીહતી અને કેટલાક મહત્વના નિયમોનું પાલન કરવા સૂચના અને માર્ગદર્શન આપી જરૂરી ડોક્યુમેન્ટ પુરા પાડવા જણાવ્યું હતું.જેમકે વાનમાં ૧૨ મુસાફરો સુધી બેસાડી શકાય (ડ્રાઈવર સિવાય) એવી બેઠક ક્ષમતા ધરાવતા વાહનો હોવા જોઈએ,અને જો ચેકિંગ વખતે ધ્યાનમાં આવેતો, આવા વાહન અંગે પરમીટ શરતોના ભંગ બદલનીકાયદેસરની કાર્યવાહી કરવી.જ્યારે મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ પ્રમાણે સ્કુલ વર્ધીનું વાહન અને તેમાં લાવવા લઈ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી, ફીટનેશ હોવો જોઈએ. ડ્રાઇવર પાસે અધિકૃત ડ્રાઈવીંગ લાયસન્સ હોવુ જોઈએ.જો આ વાહન બાળકો માટે ભાડેથી ફરતું હોય તો તેની પર સ્કુલવર્ધી એમ સ્પષ્ટ દેખાય તે પ્રમાણેલખવું જોઈએ.દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચૂક ફરજીયાત રાખવી જોઈએ.
દરેક વાહનમાં જરૂરી અગ્નિશામક સાધનો ફરજીયાત રાખવા જોઈએ.આવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલીફોન નંબર અવશ્ય લખેલા હોવા જોઈએ. વાહનમાં બાળકોના દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહિ. વાહન ઉપર આગળની બાજુએ, ડાબી બાજુએ, જમણી બાજુએ તથા પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં સ્કુલ વાન શબ્દ ચિતરવાના રહેશે. ડ્રાઈવરની સીટ ઉપર કોઈપણ બાળકને બેસાડી શકાશે નહિ.
જોકે આ નિયમોનું પાલન કરવાવાન ચાલકોએ સ્વીકાર તો કર્યો છે પણ તેનો અમલ કરવા માટે જરૂરી પૂર્તતા કરવાનો સમય અને મુદતની માંગ કરી છે. જોકે પોલીસ તંત્ર દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલની દંડની કાર્યવાહી શરૂ કરી વાન ચાલકોને નોટિસ પણ ફટકારી છે.
જેને કારણે તમામ ડોક્યુમેન્ટ જ્યાં સુધી રજૂ ન કરે ત્યાં સુધી વાન શરૂ ન કરવાની સૂચના મળી જતા વાનચાલકો ના રોજગાર ધંધા છીનવાઈ જતા હાલ તો વાનચાલકો અને વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
વાન ચાલકોનું કહેવું છે કે નિયમોનું પાલન કરવા અમે તૈયાર છીએ પણ જરૂરી ડોક્યુમેન્ટ પુરા પાડવામાં ખાસ્સો સમય વીતે એમ હોઈ મુદત માંગી રહ્યાં છે ત્યારે આનો સુખદ અંત આવે સૌ ઈચ્છી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!