google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeCrimeનેત્રંગ પોલીસના વાહન ચેકિંગ દરમ્યાન ટેમ્પોમાં લઈ જવાતો બીલ વગરનો પાન મસાલા...

નેત્રંગ પોલીસના વાહન ચેકિંગ દરમ્યાન ટેમ્પોમાં લઈ જવાતો બીલ વગરનો પાન મસાલા અને જરદાનો જથ્થો ઝડપાયો

- પોલીસના વાહન ચેકિંગ દરમ્યાન ટેમ્પોમાં લઈ જવાતા પાન મસાલા અને જરદા સહિત કુલ રૂપિયા ૮૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાતા ચકચાર - બીલ વગરનો લાખો રૂપિયાનો પાન મસાલા અને જરદાનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા સરકારી ટેક્ષ બચાવવા તો પાકા બીલ વગર તેની હેરાફેરી નથી કરાતીને એ બાબતે સવાલો ઉભા થયા - જિલ્લાના અન્ય વિસ્તારોમાં પાન મસાલાનું વેચાણ પાકા બીલો વિના અધ્ધરતાલતો નથી થઈ રહ્યુંને?એ બાબતે સઘન તપાસ જરૂરી

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસે બીલ વગરના પાન મસાલા તથા જરદાના ટેમ્પોમાં લઈ જવાતા જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને કુલ રૂપિયા ૮૧ લાખ ઉપરાંતનો શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી આગામી લોકસભાની ચુંટણીઓને લઈને જિલ્લામાં વાહન ચેકિંગ દ્વારા શંકાસ્પદ ચીજ વસ્તુઓની હેરફેર અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ,તેના અનુસંધાને ગતરોજ તા.૧૭ મીના રોજ નેત્રંગ પીએસઆઇ આર.આર.ગોહિલ ટીમ સાથે  મોવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન  નેત્રંગ તરફથી એક બંધ બોડીનો ટેમ્પો આવતા ટેમ્પોને ઉભો રખાવી તેના ચાલકને ટેમ્પોમાં શું ભરેલ છે અને  ટેમ્પો માલિક કોણ છે તથા ભરેલ સામાન ક્યાં લઈ જાવ છો તે બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.પોલીસે તપાસ કરતા સદર ટેમ્પોમાં પાન મસાલા તથા જરદાનો જથ્થો ભરેલ હોવાનું જણાયું હતું.પોલીસે આ જથ્થા બાબતે આધાર પુરાવા કે બીલ માંગતા સદર જથ્થાના યોગ્ય બીલ રજુ કરી શકેલ ન હતો.તેથી સદર મુદ્દામાલ શંકાસ્પદ જણાતા પોલીસે પાન મસાલા તથા જરદાનો જથ્થો કિંમત રૂપિયા ૭૧,૦૪,૮૦૦, ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦ તેમજ એક નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૮૧,૧૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે ટેમ્પોના ચાલક  ઉમેશ રામદેવ પાલ હાલ રહે.કાકડકોપર ટ્રાન્સપોર્ટ ઓફિસ તા.કપરાડા જિ.વલસાડનાને ઝડપી લઈને તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.પોલીસના વાહન ચેકિંગ દરમિયાન ટેમ્પોમાં લઈ જવાતો લાખો રૂપિયાનો પાન મસાલા અને જરદાનો બીલ વગરનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. લોકચર્ચા મુજબ જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાન મસાલા અને જરદાનો કારોબાર મોટાભાગે કાચા બીલોથી થતો હોય છે.ત્યારે સરકારી ટેક્ષ બચાવવા વેપારીઓ દ્વારા પાકા બીલોને બદલે અધ્ધરતાલ કાચા બીલોથી તો કારોબાર નથી થતોને? આ બાબતે પણ સવાલો ઉભા થયા છે. ત્યારે આ સિવાય અન્ય સ્થળોએ પણ જો આ બાબતે સઘન તપાસ હાથ ધરાય તો ઘણીબધી ગેરરીતિઓ ઝડપાય એવી ચર્ચાઓ પણ બહાર આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!