Sunday, March 3, 2024
spot_img
HomeGujaratભાલોદ ગામે દત્ત જયંતીની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી

ભાલોદ ગામે દત્ત જયંતીની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી

- ગુજરાત સહિત અન્ય રાજ્યોના ભક્તો પણ ભાલોદ ગામે દત્તના દર્શને આવે છે

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદીના કિનારે આવેલા પૈરાણીક મંદીર દત્ત મંદીર ખાતે દત્તાત્રેય જયંતિની શ્રઘ્ઘાભેર ઉજવણી કરવામા આવી હતી.ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ માગસર સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.એવું કહેવાય છે કે ભગવાન દત્તાત્રેયને ત્રીદેવ બ્રહ્મા,વિષ્ણુ અને શિવના અવતાર સમાન માનવામાં આવે છે.સવારથી જ મંદીર ખાતે પાદુકા પૂજન દત્તનામ સંકિર્તન દત્તબાવની પાઠ સમૂહમા દત્ત પારાયણ જેવા ઘાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.સંઘ્ઘા સમયે ભવ્ય ફુલમાળાના શણગારેલા ઝુલામા દત્તપ્રભુની પ્રતિમા પઘરાવી જન્મોઉત્સવની ઊજવણી કરી હતી.ત્યાર બાદ વંદના દર્શન કરવા મોટી સંખ્યામા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા  ભાલોદ ગામે આવેલુ દત્તાત્રેય મંદીર માં આવેલી પ્રતિમાં બસ્સો વર્ષ જુની છે.આ મંદીરના દર્શન અર્થે નર્મદા પરિક્રમાં કરતા લોકો પગપાળા તેમજ વાહાનો દ્રારા મંદીરના દર્શન અર્થે આવતા હોય છે સાથે દુરના શહેરો મુંબઈ, નાસીક,પૂના અને કોલ્હાપુર જેવા દુર દુરના સ્થળેથી દત્ત ભક્તો દર્શન અર્થ આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!