અંકલેશ્વર,
સૌરાષ્ટ્ર આહિર સમાજ કે જેઓ વ્યવસાય અર્થે ભરૂચ અંકલેશ્વર આવી પોતાના વ્યવસાય કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા સમયમાં સમાજના યુવાનોને સંગઠિત કરવા સમાજના યુવાન એકબીજાથી પરિચિત થાય અને વિશેષ સમાજના પ્રમુખ સાજન ભાઈ આહીર દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ યુવાનો સમાજ સાથે રહે તેવા હેતુથી સતત ત્રણ વર્ષથી ટુર્નામેન્ટ નું સમાજ ના વડીલો દ્વારા આયોજન કરાઈ રહ્યુ છે અને આ કિકેટ ટુર્નામેન્ટની આ ત્રીજી સિઝનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને સમાજ સંગઠિત બને સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહે અને શિક્ષણમાં વધુ રસ ધરાવે એવા ઉંડા આશ્રયે થી આ કિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ટુર્નામેન્ટ નો પ્રારંભ તારીખ 29 /12/2023 થી 31/ 12 / 2023 સુધી ટુર્નામેન્ટ યોજાઈ હતી.જે ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો અને ગત 31 ડિસેમ્બરના રોજ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઈ હતી.આ મેચમાં મુરલીધર ટીમ અને દ્વારકાધીશ ટીમ આમ આ બે ટીમ નો આમને સામને મુકાબલાઓ થયો હતો.જેમાં મુરલીધર ટીમે ટોસ જીતી પઠમ બેટિંગ લીધી હતી જેમાં મુરલીધર ટીમે 12 ઓવરમાં 129 રન બનાવ્યા હતા.જ્યારે જેના જવાબમાં દ્વારકાધીશ ટીમે માત્ર 8 જ ઓવરમાં 132 રન બનાવતા દ્વારકાધીશ ટીમનો વિજય થયો હતો.ત્યારે અંતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.જેમાં ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ,જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી,ભરૂચ ભાજપ પ્રમુખ મારુતિસિહ અટોદરીયા,જીલ્લા ભાજપ મહામંત્રી નિરવભાઈ પટેલ,સમાજના પ્રમુખ સાજનભાઈ આહીર,સમાજ અગ્રણી મગનભાઈ આટા સહિતના સમાજના અગ્રણીઓ અને સમાજના યુવા ક્રિકેટરો અને સમાજના ભાઈ – બહેનો ઉપસ્થિત રહિ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે સૌરાષ્ટ્ર આહીર સમાજ દ્વારા ઓજાયેલ કિકેટ ટુર્નામેન્ટમાં દ્વારકાધીશ ઈલેવન ટીમ વિજેતા બની
- વિજેતા ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી - સમાજના અગ્રણીઓ અને સમાજના યુવા ક્રિકેટરો અને સમાજના ભાઈ - બહેનો ઉપસ્થિત રહિ યુવાનોને પ્રોત્સાહિત કર્યા