google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratએકતા નગર જંગલ સફારીમાં ગરમીમાં પ્રવાસીઓની સાથે પ્રાણી-પક્ષીઓ માટે અનેક વિધ સુવિધાઓ...

એકતા નગર જંગલ સફારીમાં ગરમીમાં પ્રવાસીઓની સાથે પ્રાણી-પક્ષીઓ માટે અનેક વિધ સુવિધાઓ ઉભી કરાઈ

- ઉનાળામાં પ્રાણી-પક્ષીઓ માટે ગરમીમાં ખાસ નિયમિત અને ફ્રોઝન ફૂડ,પોપ્સીકલસ, એરકુલર તથા ACની વ્યવસ્થાઓ : પરીવારજનની જેમ રાખવામાં આવે છે કાળજી : ખાસ તબીબો અને પ્રાણીશાસ્ત્રીઓ ૨૪ કલાક તમામ પ્રાણી-પક્ષીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્ટેચ્યુ ઓફ યુનીટી પાસે બનાવેલ સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી) ૩૭૫ એકરમાં ફેલાયેલ છે અને સેંકડો દેશ-વિદેશના પ્રાણી-પક્ષીઓનું યોગ્ય રીતે સંરક્ષણ અને સંવર્ધનની પ્રવૃતિની સાથે-સાથે જનજાગૃતીના શૈક્ષણિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે.હાલના સમયમાં ઉનાળામાં અત્રે સમાવેશ કરાયેલા સેંકડો પ્રાણી- પક્ષીઓની એક પરીવારજનની જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
જંગલ સફારી એકતાનગરનાં ડાયરેકટર વિપુલ ચક્રવેદીનાં જણાવ્યા અનુસાર પ્રત્યેક પ્રજાતીના પ્રાણી-પક્ષીઓ માટે ખાસ ડાયેટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, કેટલાક વિદેશી વાંદર પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોજન કરીને તેના આઇસ કયુબ અને પોપ્સીકલસ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે.આ સાથે સાથે પ્રાણી-પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃતિઓ પણ હાથ ધરવામાં આવી છે. જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી-પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરીયાત મુજબ એરકુલર,AC, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવીયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મુકીને પણીનો સતત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જેના કારણે પ્રાણી-પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યુ છે.

પ્રત્યેક પિંજરામાં નાના-મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે,હિપ્પોપોટેમસ,ભારતીય ગેંડો,ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલ તળાવ આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે, તો અત્રે આવેલ પેટ ઝોન ખાતે નાના પ્રાણી-પક્ષીઓ કે જે મોટાભાગે વિદેશથી લાવવામાં આવેલ છે જેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ છે.જયા જરૂર હોય ત્યાં પતરાના શેડ બનાવવામાં આવી રહ્યા છે.
જંગલ સફારી એકતાનગરનાં ડાયરેકટરવિપુલ ચક્રવેદીનાં જણાવ્યા અનુસાર પ્રત્યેક પ્રજાતીના પ્રાણી-પક્ષીઓ માટે ખાસ ડાયેટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, કેટલાક વિદેશી વાંદર પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોજન કરીને તેના આઇસ કયુબ અને પોપ્સીકલસ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે.આ સાથે સાથે પ્રાણી-પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃતિઓ પણ હાથ ધરવામાં આવી છે. જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી-પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરીયાત મુજબ એરકુલર,AC, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવીયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મુકીને પણીનો સતત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જેના કારણે પ્રાણી-પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યુ છે.
પ્રત્યેક પિંજરામાં નાના-મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે,હિપ્પોપોટેમસ,ભારતીય ગેંડો,ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલ તળાવ આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે,તો અત્રે આવેલ પેટ ઝોન ખાતે નાના પ્રાણી-પક્ષીઓ કે જે મોટાભાગે વિદેશથી લાવવામાં આવેલ છે જેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ છે.જયા જરૂર હોય ત્યાં પતરાના શેડ બનાવવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!