google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચ લોકસભા બેઠક પર ભાજપ,આપ અને બાપ સાથે ૧૩ ઉમેદવાર અને નોટા...

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ,આપ અને બાપ સાથે ૧૩ ઉમેદવાર અને નોટા વચ્ચે ચૂંટણી જંગ

- સોમવારે ફોર્મ ખેંચવાના દિવસે એક પણ ઉમેદવારી નહિ ખેંચાતા ૧૩ ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી - ભાજપ અને આપ વચ્ચે સીધા મુકાબલામાં બાપ સાથે અન્ય પક્ષો અને અપક્ષો ભૂમિકામાં

ભરૂચ,
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ, આપ અને બાપ વચ્ચે ત્રિપક્ષી ચૂંટણી જંગમાં ૧૩ ઉમેદવારો સાથે નોટા વચ્ચે ૭ મે એ ચૂંટણી યોજાશે.
ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કુલ ૧૩ ઉમેદવારો આ ચૂંટણી જંગ લડશે જેમાં ભાજપ, ઇન્ડિયા ગઠબંધન અને ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
ભરૂચ લોકસભા બેઠક પર સોમવારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ ૧૩ ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે.આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હતું.જેનાથી હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર ૧૩ ઉમેદવારો મેદાને છે.જેમાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા, ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા અને ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.આ ઉપરાંત સાત અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે સાથે જ બહુજન સમાજ પાર્ટી,બહુજન મુક્તિ પાર્ટી અને માલવા કોંગ્રેસના ઉમેદવારો પણ ચૂંટણી લડશે ભરૂચ બેઠકના ઉમેદવારો પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા,ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા,બહુજન સમાજ પાર્ટીના ચેતન વસાવા,માલવા કોંગ્રેસના ગીતાબેન માછી, ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા,બીએમપી ના ધર્મેશ વસાવા,બીએસપીના ચેતન વસાવા,અપક્ષ ઉમેદવારો ઈસ્માઈલ પટેલ,નવીન પટેલ,નારણ રાવલ,મિર્ઝા આબિદ બેગ, યુસુફ અલી,મિતેશ પઢિયાર અને સાજીદ મુનશી હવે ચૂંટણીના જંગમાં છે.સાથે જ ૧૪ માં ઉમેદવાર તરીકે નોટો રહેશે.હવે ચૂંટણી તંત્ર દ્વારા ૭ અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હોની ફાળવણી કરવામાં આવશે. સાથે જ તેમને ઈવીએમ મશીન પર ક્રમ ફાળવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!