google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratભરૂચમાં ચૂંટણી માહોલ શરૂ : બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષનો ભાજપ સાથેની નિકટતા વધતા...

ભરૂચમાં ચૂંટણી માહોલ શરૂ : બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષનો ભાજપ સાથેની નિકટતા વધતા મહેશ વસાવા કેસરિયો ધારણ કરશે!!

- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મહેશ વસવાની મુલાકત થતા ચૂંટણી માહોલ ગરમાયો

(વિજય વસાવા,નેત્રંગ)

આવનાર લોકસભા ચૂંટણી ભરૂચ લોકસભા માટે ચિત્ર વિચિત્ર થવાની હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે.૬ વખતના સાંસદ મનસુખ વસાવા પોતે ૭ મી વખત લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે.બીજી તરફ ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા આપ અને ઈન્ડિયા એલાયન્સ માંથી દાવેદારી નોંધાવી ચુક્યા છે. દર્શનાબેન દેશમુખ પણ ભાજપમાંથી દાવેદારી કરી રહ્યા છે.આ ચૂંટણી ઘમાસાણ વચ્ચે ગતરોજ પૂર્વપટ્ટીના નેતા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને માજી ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવા પોતાની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હોવાના ફોટા સોશ્યલ મીડિયા પર જાહેર થયા હતા. પૂર્વ પટ્ટીના નેતા મહેશ વસાવા ભાજપનો કેસરિયો ધારણ કરશે તેવી અટકળો બે મહિના અગાઉ પણ ચાલી હતી. જોકે લોકસભા ચૂંટણીના ભણકારા સામે વાગતા હોય અને તેવા સમયે પૂર્વ પટ્ટીના કદાવર નેતા એવા છોટુભાઈ વસાવાના પુત્ર અચાનક ભાજપના નેતાને મળે તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. 

બીજી તરફ ચર્ચાયેલી લોકચર્ચાઓ મુજબ ટૂક સમયમાં જાહેર સંમેલન કરીને બીટીપીના મોટી સંખ્યામાં કાર્યકરો અને જનસમર્થન સાથે વિધિ સર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.ત્યારે જો આ પ્રમાણે થાય તો ભરૂચ લોકસભામાં વોટનું ધ્રુવીકરણ થાય અને ખાસકરીને વસાવા સમાજના નેતાઓની દાવેદારીઓ વચ્ચે વસાવા સમાજના વોટનું વિભાજન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ભાજપ, આપ,બીટીપી ત્રણેય રાજકીય પક્ષોના કદાવર નેતા તરીકે વસાવા સમાજના દાવેદારો છે.ત્યારે આવા સમયે ભરૂચનું રાજકરણ હવે પૂર્વપટ્ટી તરફ વધુ ચાલે છે તે કહેવું યોગ્ય લાગે.જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આવનાર એકાદ અઠવાડિયામાં વિધિસર રીતે ભાજપનો કેસરિયો ધારણ કરે તો નવાઈ નહિ.જોકે આ વિષયને લઈ છોટુભાઈ વસાવા નિવેદન પણ જાહેર કરશે તેવી અટકળો પણ ચાલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!