(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડીયા તાલુકા સહીત પંથકના વિસ્તારોમાં વીજચોરીની મળેલી ફરિયાદોને નિવારવા આજરોજ વહેલી સવારે રાજપીપલા વિભાગીય કચેરીની ટીમોએ ઝઘડીયા તાલુકાના તેમજ અમુક નર્મદા જીલ્લાના અમુક ગામોમાં વહેલી સવારે વીજચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં ઉમલ્લા,બામલ્લા,કેશરવા,તવડી વિગેરે ગામોમાં વીજ મીટરોની તપાસ હાથ ધરવામાં આવી હતી અંદાજે ૩૫૦ વીજ મીટરોની ચકાસણી કરવામાં આવતા કેટલાક વીજ ગ્રાહકો વીજચોરી કરતા ઝડપાયા હતા.વીજકંપની દ્વારા વીજચોરી કરતા ગ્રાહકોને ૪.૫ લાખ રૂપિયાનો દંડ ફટકારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.વીજકંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે વીજચોરી કરતા ગ્રાહકોના ગેરકાયદેસર લંગરીયા, કેબલો, હુંક, આંકડી, વીજતારો, મીટરો, વેગેરે સામગ્રી જપ્ત કરી દંડ ફટકારવામાં આવ્યો છે.વધુમાં જણાવ્યા મુજબ આગામી દિવસો દરમ્યાન પણ વીજ ચેકીંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે આકસ્મિક આવેલા વીજ ચેકીંગથી વીજચોરી કર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.