google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratવરસાદની શરૂઆત થતા જ વીજ કરંટનો બનાવ : અંકલેશ્વરની કનોડિયા ચોકડી નજીક...

વરસાદની શરૂઆત થતા જ વીજ કરંટનો બનાવ : અંકલેશ્વરની કનોડિયા ચોકડી નજીક પાણી પીવા જતા બે ગાયના મોત

અંક્લેશ્વર,

ભરૂચ શહેર અને જીલ્લામાં ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું હોય તેમ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું.જેમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં કનોડીયા ચોકડી નજીક વીજ પોલ પાસે પડેલા ખાડામાં પાણી પીવા જતા બે ગાયના કરંટ લાગતા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી હતી.બે ગાયોના મોતને કારણે પશુપાલક ચિંતામાં મુકાયો હતો.

ભરૂચ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ દુર્ઘટના સર્જાઇ હતી.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કનોડીયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યો હતો. આ દરમિયાન વીજપોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા ત્રણ ગાયને કરંટ લાગ્યો હતો.જેમાં કરંટ લાગતા બે ગાયના મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી હતી.

બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા.આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે.બે ગાયના કરંટ લાગતા મોત નિપજતા મોટું આર્થિક નુકસાન થયું છે.ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!