google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratડેડીયાપાડાના મોરજડી ગામ ખાતે બગલા ખાડીનાં રસ્તાનું ધોવાણ

ડેડીયાપાડાના મોરજડી ગામ ખાતે બગલા ખાડીનાં રસ્તાનું ધોવાણ

- નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઈપ લાઈન તુટી : સાંસદ મનસુખ વસાવાએ આ અંગે અધિકારીઓનું ધ્યાન દોર્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ડેડીયાપાડા તાલુકાના મોરજડી ગામ ખાતે બગલા ખાડીનાં રસ્તાનું ધોવાણ થતાં પ્રજાને અવરજવરમાં પડતી મુશ્કેલી,દિવસ દરમ્યાન હજારો લોકોની અવિરત અવર-જવર રહેતી હોય છે જેઓને આ મહત્વના માર્ગની દુર્દશાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડે છે.

રસ્તાના ધોવાણના કારણે અને નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઈપ લાઈન ટુટી ગયેલ હોવાથી ત્યાંથી નિકળવામાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો પડે છે.સંબંધિત વાસમોનાં અધિકારીઓ તથા જીલ્લા પંચાયતના અધિકારીઓ જલદીથી જલદી આ સમસ્યાનો નિકાલ કરી પ્રજને તથી હાલાકી દૂર કરે સાંસદ મનસુખ વસાવાએ આ અંગે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!