google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઝઘડિયાથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર સેવાસદન પાસે ધોરીમાર્ગ પર ધોવાણ

ઝઘડિયાથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર સેવાસદન પાસે ધોરીમાર્ગ પર ધોવાણ

- સરદાર પ્રતિમા ધોરીમાર્ગની બેદરકારી ભરી કામગીરીના પગલે જૂજ વર્ષોમાં જ ધોરીમાર્ગનુ બાઉન્ડીંગનું ધોવાણ થઈ રહ્યું છે

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ધોરીમાર્ગ,ઝઘડિયાથી વાલીયા નેત્રંગને જોડતા માર્ગ, ઝગડિયા તાલુકા મથકથી ગામડાઓને જોડતા માર્ગ બનાવવામાં તથા સમારકામ માં છેલ્લા કેટલા વર્ષોથી ગોબાચારીના પગલે માર્ગોનું સતત ધોવાણ થઈ રહ્યું છે, ઓવરલોડ ખનીજ વાહનના વાહનોના કારણે રસ્તાઓ બેકાર થઈ રહ્યા છે,૨૦૧૬ ના વર્ષથી ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ચાર માર્ગીય સરદાર પ્રતિમા ધોરીમાર્ગનો વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી,ત્યાં તો ઠેર ઠેર ગોબાચારીના પોપડાઓ નીકળી રહ્યા છે, ઝઘડિયા ચાર રસ્તાથી સેવાસદન વચ્ચે નાળા ની પાસે ધોરીમાર્ગ પર પ્રથમ વરસાદે જ ધોવાણ થવા પામ્યું છે, ખૂબ મોટી માત્રામાં માટી ધસીને નીચે ખાડીમાં ધસડી પડી છે,જેથી માર્ગોનું બાઉન્ડીંગ તૂટી ગયેલ છે,જો તેનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો ધોરીમાર્ગ તે જગ્યાએથી વધુ ધોવાશે તેમાં કોઈ બે મત નથી,સતત વ્યસ્ત રહેતા અને ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ખૂબ મોટી સંખ્યામાં ૨૪ કલાક વાહનોની અવરજવર રહે છે,ત્યારે માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ ધોવાણ થયેલ ધોરીમાર્ગનું બાઉન્ડિંગ ફરીથી સમારકામ કરી મજબૂત બનાવે છે તે ઈચ્છનીય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!