google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeતિજોરી ન તૂટતાં ખેતરમાં મૂકી ફરાર : તસ્કરોએ ખાનગી બેંકને નિશાન બનાવી...

તિજોરી ન તૂટતાં ખેતરમાં મૂકી ફરાર : તસ્કરોએ ખાનગી બેંકને નિશાન બનાવી અંદર રહેલી તિજોરી ટેક્ટર વડે ખેંચી ખેતરમાં લઈ ગયા

ભરૂચ,

ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસીએ બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે.ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક એચડીએફસીએ બેંક આવેલી છે.આ બેંકને ગતરોજ રાત્રીના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા.આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા.જોકે સદ્દનસીબે તિજોરીમાં રહેલી ૧૯ લાખ જેટલી રકમ બચી ગઈ હતી.આ તસ્કરોએ આમદડા ગામ માંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે.જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહિ મળતા તેનો માલિક તેની શોધ ખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું.ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથધરી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Oplus_131072
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!