(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર કે છે આકરા ઉનાળામાં પણ ગુજરાત વાસીઓને પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણ મળી રહેશે.
હાલ ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટેનર્મદાના મેન કેનાલમાં 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.હાલ સરદાર સરોવર નર્મદા ડેમ 64 ટકા ભરાયેલ છે. એટલે ડેમમાં પૂરતા પાણીનો જથ્થો છે ચોમાસાસુધી માટે પીવા અને સિંચાઈ માટે પાણીનો પૂરતો જથ્થો છે.હાલ પણ નર્મદા ડેમની સપાટી 129.85 મીટર પહોંચી છે.ઉપરવાસ માંથી પાવર હાઉસ ચાલતા 13,779 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે.ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે મેન કેનલ માં 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.નર્મદા ડેમમાં 3187.94 મિલિયન ઘન મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.આમ નર્મદાડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી પુરવાર થઈ છે.