(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રી નિમિત્તે ઝઘડીયા પંથકમાં ઠેર ઠેર તેની ઉજવણી કરવામાં આવી છે બર્ફાની બાબાના દર્શન ઉપરાંત વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા.
ઝઘડિયા બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ઝઘડિયા ચાર રસ્તા ખાતે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનીમાં શીવબાબા ના દર્શન આત્મજ્ઞાન ઉપરાંત હાલના સમયમાં જે વ્યસનોનુ દૂષણ સમાજમાં ફેલાયું છે તે બાબતે જાગૃતિ લાવવા માટે બેનર્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ઉપરાંત પ્રદર્શનીમાં આવનાર લોકોને વ્યસનો થી દૂર રહેવા સાચી સમજ આપવામાં આવી હતી.આ ઉપરાંત સમાજમાં ફેલાયેલા વ્યસનના દૂષણ બાબતે એક નાટકનું પણ આયોજન બ્રહ્માકુમારી સેન્ટર ઝઘડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી નિમિત્તે આયોજીત આ પ્રદર્શનની માં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ નિહાળી હતી અને તેનો લાભ લીધો હતો.