(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં દેશની વિદેશ નીતિને નવી ઉંચાઇએ લઇ જનારા વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર આજે એક દિવસની નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. સવારે 11 વાગ્યે એકતાનગર ખાતે IHCL સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું.
આ સ્કીલ સેન્ટર એકતાનગર અને આસપાસના આદિવાસી યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં લાભરૂપ થશે.સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે હાલ દેશના પ્રવાસીઓ આવી રહ્યા છે.પરંતુ જે વિદેશ પ્રવાસીઓ ની સંખ્યા ઘણી ઓછી આવી રહી છે જે બાબતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રવાસનને વેગ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે સારી ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો અને પીણા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.સાથે સ્થાનિક લોકોને સારી રોજગારી મળી રહી છે અને વિદેશી પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસ કરવામાં આવી રહ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં માં 5 વર્ષમાં ઘણા ફેરફારો થયા છે.કૌશલ્ય વિકાસ સ્થાનિક લોકોનો આપવામાં આવી રહ્યા છે અને તેમને જ રોજગારી મળશે સાથે હોટેલ સુવિધાઓ વધી રહી છે.ત્યાર બાદ વિદેશ મંત્રીએ ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.ત્યાર બાદ રાજપીપળા ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈ ત્યાં નવી લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કર્યું હતું અને લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી જનસેવામાં અર્પિત કર્યો હતો.
વિદેશ મંત્રી ડો.એસ જયશંકર એક દિવસની નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા
- એકતાનગર ખાતે IHCL સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું : સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં માં 5 વર્ષમાં ઘણા ફેરફારો થયા છે.કૌશલ્ય વિકાસ સ્થાનિક લોકોનો આપવામાં આવી રહ્યા છે