(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાનાં વેલુગામ પ્રાથમિક શાળા ખાતે દોશી સંચળબેન શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટના સૌજન્યથી ઝઘડિયા સેવારૂરલ દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજિત કેમ્પમાં ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલના તબીબોએ ૨૬૩ આંખની વિવિધ સમસ્યા વાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને ૫૧ જેટલા મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને સેવારૂરલ કસ્તુરબા હોસ્પિટલ ખાતે બોલાવી નિશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવશે, તદ્દઉપરાંત ૧૭૫ ચશ્માની જરૂરિયાતવાળા આંખના નંબર તપાસીને ચશ્મા આપવમાં આવ્યા હતા.અત્રે આયોજિત નેત્રનિદાન કેમ્પનો વેલુગામ અને ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોના ૨૬૩ દર્દીઓએ લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે દોશી સંચળ બેન શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટના અને ઝઘડિયા સેવારૂરલ સંસ્થા દ્વારા અવારનવાર વિવિધ કેમ્પોનું આયોજન કરી સેવાકીય કર્યો કરવામાં આવતા હોય છે.