google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratઅંકલેશ્વરની અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં લોકોને આંખમાં બળતરા અને શ્વાસ...

અંકલેશ્વરની અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ

ભરૂચ,

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ ઉઠી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ નિકાલના ભૂતિયા કનેક્શન બાદ ગેસ ગળતરની અવાર નવાર ફરિયાદો ઉઠી રહી છે.ત્યારે ગતરોજ મોડી રાતે અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં દોડધામ મચી જવા પામી હતી.ગેસ ગળતરને પગલે લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠવા પામી હતી.આ અંગેની જાણ ફાયર વિભાગ અને જીપીસીબીને થતાં બંને ટીમો સ્થળ પર દોડી આવી હતી.અને ફાયર ફાયટરોએ ગેસ લીકેજ બંધ કરવાની તજવીજ હાથધરી હતી.આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.સલ્ફર ટ્રાયોકસાઈડ ગેસ SO3 લીક થયો હોવાનું પ્રાથમીક અનુમાન સેવાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!