(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુંબેન બાબરીયાને બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિતચંદ્ર રોહિત દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે બોડેલી ખાતે અલીપુરા ચાર રસ્તા પર ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવામાં આવે,જે છોટાઉદેપુર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ ૨૦-૨૧ ની ગ્રાન્ટમાં મંજૂર થઈ આવેલી છે જે હાલ અલ્લીપુરા ગ્રામ પંચાયત હસ્તક જાળવણી હેઠળ છે જે અલીપુરા ચાર રસ્તા પર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેનું ટેન્ડર પણ પાડી દેવામાં આવ્યું હતું.પરંતુ હજુ સુધી ત્યાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવામાં આવેલ નથી,જેને લઈ છોટાઉદેપુર આવેલા રાજ્ય કક્ષાના મંત્રી ભાનુંબેન બાબરીયાને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.આગામી ૧૪ એપ્રિલ ૨૦૨૪ ના ભારત રત્ન વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી હોય તે પેહલા તેઓની પૂર્ણકદની પ્રતિમા મુકવામાં આવે તેવી રજૂઆત સામાજીક કાર્યકર અને બોડેલી વકીલ મંડળ ના પ્રમુખ લલિતચંદ્ર રોહિત દ્વારા કરવામાં આવી હતી.