(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ભરૂચની બેઠકમહત્વની બનતી જઈ રહી છે. ખાસ કરીને ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાના નામની જાહેરાત થઈ છે.જોકે હજુ તેઓ જેલમાં છે ત્યારે બીજી તરફ ભરૂચની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બે નામ ચર્ચામાં છે.જમા રાજ્ય સભાના પૂર્વ સદસ્ય સ્વ.અહેમદ પટેલના દીકરા અને દીકરી ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે.તો ભાજપા માંથી સતત સાતની વાર વર્તમાન સાંસદ મનસુખ વસાવા ફરીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.ભરૂચ લોકસભા 2024 માં કોંગ્રેસ નાં ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે એવી શક્યતા છે.ભરૂચ લોકસભા સીટ પર સ્વ.અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા એટલે હવે તેમના સંતાનોની ઉમેદવારી હોય એવી કોંગ્રેસની ઈચ્છા છે.
તેવા સંજોગોમાં આજે નર્મદાના ડેડીયાપાડા ખાતે દેડીયાપાડામાં કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલની આગેવાનીમાં એ.પી.એમ.સી ડેડયાપાડા
ગ્રાઉન્ડ ખાતે આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધાં છે.આજે દેડીયાપાડા માં કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલ ની આગેવાની માં આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમ ફેઝલ પટેલના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં હું તો લડીસ નાં બેનર સાથે ફૈઝલ પટેલ નું સ્વ.અહેમદ પટેલ સાથે કોંગ્રેસે પોસ્ટર જાહેર કરી દેતા ફરી એકવાર ફૈઝલ પટેલ ચર્ચામાં આવ્યા છે.આજે મોટી સંખ્યામાં આદિવાસી લોકો કોંગ્રેસના કાર્યક્રમમાં જોડાયા હતા અને કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો.
ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા વિસ્તારમાં મારાં પિતાજીએ વર્ષો સુધી ગરીબો માટે લોકસેવાના કામો કર્યાં હતાં.હું તો લડીશ,
પ્રજાના પ્રશ્નો માટે લડીશ,આદિવાસી ભાઈ બહેન માટે લડીશ,કમજોર અને પાછલા વર્ગ માટે લડીશ,હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ધર્મ અને જાતિના લોકો માટે લડીશ,બેરોજગાર યુવાનો માટે લડીશ,ખેડૂતો માટે લડીશ,અન્યાય ના ખિલાફ ન્યાય માટે લડીશ, અમે લડીશું અને જીતીશુંનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આમ આદમી પાર્ટીનાં ચૈતર વસાવાની જાહેરાત જે લઈને ફૈઝલ પટેલે કહ્યુંહતું કે એ તેમની પાર્ટીનો વિષય છે.ઈન્ડીયા ગઠબંધનમાં જે નક્કી કરશે તે જ ઉમેદવાર રહેશે.
આ કાર્યક્રમમાં કોંગી નેતા અર્જુન રાઠવા, જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલ, જીપીસીસી એસટી સેલના પ્રમુખ આનંદ ચૌધરી, ડેડીયાપાડામાં પૂર્વ ધારાસભ્ય અમરસિંહ ચૌધરી સહીત આગેવાનો હાજર રહ્યા હતા.