google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeપરિવાર લગ્નમાં ગયો અને તસ્કરો હાથફેરો કરી ગયા : ભરૂચના ટંકારીયા ગામે...

પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરો હાથફેરો કરી ગયા : ભરૂચના ટંકારીયા ગામે બનાવ બનતા પોલીસ કાફલો દોડયો

- તસ્કરોએ મકાનને નિશાન બનાવી ત્રીસ લાખ ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી ફરાર થતા ચકચાર : સ્થાનિક પોલીસ,એલસીબી અને ડીવાયએસપીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

ભરૂચ,
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં આવેલા ઈરફાન ઈનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તા ઉપર હાથફેરો કરી ફરાર થતા ભારે ચકચાર મચી જવા પામી હતી.તો ચોરીની જાણ પોલીસને થતા પોલીસ કાફલા સહીત ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીયા ખાતેના પાદરીયા રોડ પર રહેતા ઈરફાનભાઈ તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ લગ્ન પ્રસંગમાં ગયા હતા.ત્યાર બાદ તેઓ ટંકારીયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા તે વેળા સાંજના છ વાગ્યાથી નવ વાગ્યાના સમય દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી ૪૪.૮ તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા ૪,૬૫,૦૦૦ મળી કુલ ૩૧,૫૩,૦૦૦ ની મત્તાની હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.જે બાદ પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી.ચોરી થઈ હોવાનું માલુમ પડતા ઈરફાનભાઈએ તાત્કાલિક પાલેજ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ઘટનાની ગંભીરતા લઈ ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ તેમજ એલ સી બી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.ચોરીની ઘટનાને પગલે સમગ્ર ટંકારીયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ત્યારે જોવું રહ્યું કે પોલીસ તસ્કરોનું પગેરુ મેળવવામાં કેટલી ઝડપથી સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!