google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 9, 2024
HomeGujaratઉત્તરાયણ પર્વ નિમિત્તે ચીકી બનાવી આર્થિક ઉપાર્જન મેળવતો ભરૂચનો પરિવાર

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચીકી બનાવી આર્થિક ઉપાર્જન મેળવતો ભરૂચનો પરિવાર

- વિવિધ ફ્લેવરની ચીકી બનાવવા નાનુભાઈને મદદ કરી રહ્યા છે તેઓના પત્ની - બે કિલો ચીકી બનાવવા માટે લાગે છે અડધો કલાકનો સમય

ભરૂચ,
ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે.ત્યારે ભરૂચના દાંડિયા બજારમાં રહેતો એક પરિવાર છેલ્લા ૨૦ વર્ષથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે.
ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણી પીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતૂટ પણે વણાઈ ગયેલ છે.અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધીયા,જલેબીની સાથે ચીકી અને બોરનું માહત્મ્ય જોવા મળે છે.ખારી સીંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે.એક સમયે માત્ર ગોળ અને સીંગ કે તલની ચીકી જ મળતી હતી.પરંતુ હવે ડ્રાયફ્રુટ, સીંગમાવા, રાજગરા,તલ,કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે.ભરૂચ શહેર જીલ્લા માં ખૂબ મોટા પાયે ચીકીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે.ત્યારે કેટલાયે પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે.ચીકીના ભાવમાં ગતવર્ષની તુલનામાં દશેક ટકા જેટલો વધારો થતા હજુ ચીકીના વેચાણમાં દરવર્ષ જેવી તેજી જોવા મળી રહી નથી તેમ વર્ષોથી ચીકી બનાવી વેંચતા નાનુભાઈ જણાવી રહ્યા છે.
લોકો પહેલા કરતા ચીકીની ઓછી ખરીદી કરી રહ્યા હોવાનું પણ તેવો કહી રહ્યા છે.ઉત્તરાયણ પૂર્વે અંતિમ દિવસોમાં હજુ ચીકીની માંગ વધશે તેવી આશા ચિકી ઉત્પાદન કરતા લોકો રાખી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!