google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratજંબુસર ખાતે વય નિવૃત્તિના કારણે મામલતદારનો વિદાય સમારંભ યોજાયો

જંબુસર ખાતે વય નિવૃત્તિના કારણે મામલતદારનો વિદાય સમારંભ યોજાયો

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર પ્રાંત કચેરીના હોલમાં જંબુસરમાં પોતાની મામલતદાર તરીકે બે વર્ષ અણમોલ સેવા આપનાર વિનોદભાઈ પરમારનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો.મામલતદારે પરીવાર સાથે ઉપસ્થિતિ રહી મમલતદાર વિભાગમાં પોતે આપેલ સેવા અને ૩૭ વર્ષની મહેસુલ પરિવાર અને વિભાગના સંસ્મરણો વાગોળ્યા ત્યારે લાગણી સભર દ્રશ્યો સર્જયા.

હોલમાં મામલતદાર કચેરી અને પ્રાંતકચેરીના કર્મચારીગણ,જંબુસરના અગ્રણીઓ આગેવાનોની હાજરીમા સમારોહ યોજાયો હતો.

વિદાય પ્રસંગે જંબુસર પ્રાત અધિકારી,એમ.બી.પટેલ જંબુસર તાલુકા વિકાસ અધિકારી,જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર,આમોદ મામલતદાર. કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહીર  વગેરેએ મામલતદાર સાથે પસાર કરેલ સમય, કામગીરી અને સંસ્મરણો વાગોળી મામલતદારની સેવાને બિરદાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!