(સલીમ કડુજી,નબીપુર)
ભરૂચ જીલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કુલ ખાતે આગામી ૧૧ માર્ચ ૨૦૨૪ થી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ શરૂ થનાર છે.જે અંતર્ગત આજરોજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બાળકોને વિદાય આપવાનો સમારંભ શાળા તરફથી યોજાયો હતો.જેમાં શાળાનો સમગ્ર શિક્ષકગણ, સંસ્થાના પ્રમુખ અને તેમના તમામ સભ્યો અને અતિથિ વિશેષ તરીકે અમદાવાદ સ્થિત મુસ્લિમ ધર્મગુરુઓ સૈયદ અસીમ અલવી (CA), સૈયદ અરશદ હુસૈન અલવી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સીપલે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાનું જીવનમાં શુ મહત્વ છે તેની સમજ આપી તમામ બાળકોને શુભેચ્છાઓ આપી હતી.ઉપસ્થિત મહેમાનોએ બાળકોને મુક્ત મને પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી.શાળા કમિટિ વતી પ્રમુખ આબીદભાઈ મેમ્બર દ્વારા સૈયદ અસીમ અલવી એ હાલમાં CA ની પદવી મેળવેલ હોય શાલ ઓઢાડી શુભેચ્છા પત્રક આપી તેમનું બહુમાન કરાયું હતું.અંતમાં શાળાના શિક્ષકગણ દ્વારા દરેક વિદાય પામનાર બાળકોને પુષ્પ આપી વિદાય અપાઈ હતી.