google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયાના ખાલક કંપની પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

ઝઘડિયાના ખાલક કંપની પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ખાલક કંપની ગામે પ્રાથમિક શાળાના નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સહ સન્માન સમારોહ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મળતી વિગતો મુજબ ખાલક કંપની પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૧ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવનાર સુબોધચંદ્ર જશભાઈ દેસાઈ વય મર્યાદાને લઇને નિવૃત થતા તેમને વિદાય આપવાનો કાર્યક્રમ શાળામાં યોજાયો હતો.આયોજીત કાર્યક્રમમાં શાળાના શિક્ષકો,ગામ અગ્રણીઓ,વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં અગ્રણીઓએ નિવૃત થતા શિક્ષકે તેમના ફરજ સમય દરમ્યાન આપેલ શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી.આ પ્રસંગે નિવૃત્ત થતા શિક્ષક સુબોધચંદ્ર દેસાઈએ શાળા સાથેના તેમના૧૧ વર્ષના સંભારણા યાદ કર્યા હતા તેમજ શાળાના સહ શિક્ષકો અને બાળકોએ તેમને આપેલ સહકારને  યાદ કરીને સહુ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.તેમજ તેમના નિવૃત્તિ સમયે તેમને બહુમાન આપવા સમારોહનું આયોજન કરવા બદલ પણ આયોજકોનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો કે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા કટિબધ્ધ બને અને ભવિષ્યમાં એક શિક્ષિત ભારતીય નાગરીક તરીકે રાષ્ટ્રના સાર્વત્રિક વિકાસ માટે પોતાનું યથાયોગ્ય યોગદાન આપવા આગળ આવે તેવી અપીલ કરી હતી.
આ પ્રસંગે શાળાના શિક્ષકને વિદાયમાન આપતા બાળકો પણ ભાવવિભોર બન્યા હતા.કાર્યક્રમને અંતે આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!