google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratદક્ષિણ ગુજરાતનાં ખેડુત આગેવાનોનું ભારત બંધન એલાનમાં ભરૂચ જિલ્લાનાં ખેડુતોને બંધમાં જોડાવવા...

દક્ષિણ ગુજરાતનાં ખેડુત આગેવાનોનું ભારત બંધન એલાનમાં ભરૂચ જિલ્લાનાં ખેડુતોને બંધમાં જોડાવવા કરી અપીલ

ભારત બંધનાં એલાનને સમર્થન જાહેર કરી એક દિવસ ખેતીના કામ થી દૂર રહી ખેડુત આંદોલનને કરે

ભરૂચ,

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વાર કિસાન આંદોલન શરુ થયુ છે.આ આંદોલનમાં  દેશનાં ખેડુતોને જોડવા આજે ભારત બંધનું એલાન અપાયુ હતું.આ ભારત બંધના એલાનને સફળ બનાવવા દક્ષિણ ગુજરાતનાં ખેડુત આગેવાનો તમામ ખેડુતોને જ્યાં હોય ત્યાંથી બંધમાં ભાગ લેવા અપીલ કરી છે. બંધના પગલે જિલ્લામાં આશ્રર્યજનક કાર્યક્રમો કરવાની  પણ તજવીજ ચાલી રહી છે. 

દક્ષિણ ગુજરાતના ખેડુત આગેવાનો ડો તુષાર ચૌધરી, અનંત પટેલ,દર્શન નાયક અને સંદિપ માંગરોલાએ કિસાન આંદોલનથી ગુજરાતનાં ખેડુતોને પણ લાભ  હોવાથી આ આંદોલનને સમર્થન જાહેર કર્યુ હતું.આ અંગે ભરૂચ ખાતે એક પત્રકાર પરિષદમાં ખેડુત અગ્રણી સંદિપ માંગરોલાએ જણાવ્યુ હતું કે, ગુજરાત ના ખેડૂતોના પણ અનેક પડતર પ્રશ્નો છે.જેમ કે જમીન સંપાદનનું અયોગ્ય અને અપૂરતું વરતળ,નર્મદાના માનવસર્જીત પુરમાં નુકશાની અંગે અપૂરતું વળતર, કરજણ ,તાપી રિવર લિંક પ્રોજેક્ટ અટકેલો છે.પ્રદૂષણ ના કારણે ખેતી પાકો નષ્ટ થતા કોઈ મદદ નહિ અને એને અટકાવવાનું કોઈ આયોજન નથી.અપૂરતી વીજળી, સિંચાઇના પાણીથી વંચિત આ જિલ્લો છે. જેથી ગુજરાતમાં અને ભરૂચ નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતઓ ભારત બંધનાં એલાનને સમર્થન જાહેર કરી એક દિવસ ખેતીના કામ થી દૂર રહી ખેડુત આંદોલનને કરે. તેમણે વધુ માં જણાવ્યુ હતુ કે  જિલ્લાના ખેડૂતો એક દિવસ માટે પોતાના કામથી અળગા રહી આંદોલન કરતા ખેડૂતોનું મનોબળ વધારે અપીલ કરી હતી.આ આંદોલનને ખેડભ્રમહાના ધારાસભ્ય તુષાર ચૌધરી, સહકારી આગેવાન દર્શન નાયક, ધારાસભ્ય અનંત પટેલ સહિત ના ખેડૂત આગેવાનો દ્વારા પણ પોતપોતાના વિસ્તારમાં આ ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આપનાર છે.આ ઉપરાંત આવતી કાલે આંદોલનને સફળ બનાવવા માટે કાર્યક્રમનું પણ આયોજન કર્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!