google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, December 9, 2024
HomeGujaratઆમોદના ખેડૂતોને ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અપાયા

આમોદના ખેડૂતોને ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અપાયા

- ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા ૨૭.૪૨ લાખની સબસિડી અપાઈ

આમોદ,

ભાજપની ડબલ એન્જિનની સરકાર ખેડૂતોની આવક બમણી થાય તેવા હિતકારી નિર્ણયો લઈ રહ્યા છે.તેમજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે.જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજ રોજ નાહિયેર  હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં  ધારાસભ્ય ડી.કે.સ્વામી હસ્તે ૯૩ ખેડૂતોને રોટરી,કલ્ટીવેટર,પ્લાઉ, થ્રેસર, રોટાવેટર સહિતના કુલ ૯૩ સાધનો આપવામાં આવ્યા હતા.જેમાં સરકારે ખેડૂતોને ૨૭.૪૨ લાખની સબસિડી આપી હતી.ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા.આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી દીપક ચૌહાણ,પુરસા ગામના ભાજપના આગેવાન ભૂપેન્દ્રસિંહ ગોહિલ,વિસ્તરણ અધિકારી કનુભાઈ પઢીયાર,ધવલસિંહ રાજ,ગ્રામસેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!